કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરો માટે પાંડુરોગ અને નિવારણ તથા ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનીંગ વિષય પર ઈન – સર્વિસ તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં કાર્યરત છે . સદર કેન્દ્ર અને સંકલિત બાળ વિકાસ યોજના વ્યારા – ર ના સંયુકત ઉપક્રમે ડોલવણ તથા વ્યારા તાલુકાની આંગણવાડી કાર્યકરો માટે ઈન – સર્વિસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય મહિલાઓ તથા કિશોરીઓમાં પાંડુ રોગપ્રટકાવવા માટેનો હતી . કારણ કે ભારત મરે કાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાને ઈનોવેશન પ્રોજેક્ટ “ Anemia prevention in pregnant and Adolescent girs through the use of iron utensils and promotion of kitchen garden ” આઈ . સી . ડી . એસ . શાખાને ફાળવવામાં આવેલ છે જેને અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યાસ દ્વારા આંગણવાડી કાર્યકરોને ટેક્નીકલ તાલીમ તા . ૨૯ / ૦૨ / ૨૦ , તા . ૦૪ / 03 /૨૦ , તા . ૦૫ / ૦૩ / ર૦ અને તા ૦૭ / o3/ર૦ એમ ચાર દિવસની અલગ અલગ બેચમાં આપવામાં આવી હતી. સદર ઈન – સર્વિસ તાલિમમાં કુલ ૧૭૩ આંગણવાડી કાર્યકરોએ ઉમંગભેર ભાગ લીધો હતો . કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક શ્રીમતી આરતીબેન સૌની આંગણવાડી કાર્યકરોને પાંડુરોગ , તેના ચિહ્નો પાંડુરોગ થવાના કારણોપ્રદાર , મારવાર અને તેને અટકાવવા માટે ખોરાકમાં લેવાતા જરૂરી ખાધ્ય પદાર્થો વિષે સવિસ્તાર માહિતી આપી હતી . વધુ મતેમણે સિકલસેલ એનીમિયા , પ્રકાર વારસામાં મળવાનાં કારણો તેમજ સમાજમાં સિકલસેલ એનીમિયાને અટકાવવા માટે જરૂરી સૂચનો વિષે માર્ગદર્શન આપ્યું હતું . ઉપરાંત , ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનીંગનું મહત્વ અને નફ . યુ . નું આદર્શ કિચન ગાર્ડન મોડલ વિશે ટેકનીકલ માહિતી આપી હતી . કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યા એ ઉપસ્થિત તાલિમાર્થીઓને આ તાલીમ થકી ગ્રામ્ય કક્ષાએ મહિલાઓ , સગર્ભા સ્ત્રીઓ , ધાત્રીમાતા, કિશોરીઓને પાંડુરોગ તથા ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન વિશે વધુમાં વધુ માહિતી આપવા પર ભાર મુકયો તો સદર તાલીમ દરમિયાન જિલ્લા આયુર્વેદિક ઓફિસરશ્રી ડૉ જયશ્રીબેન ચૌધરી તથા આયુર્વેદિક મેડિકલ ઓફિયરશ્રી ડૉ . અંકિતાબેન ગામીતએ તાલીમાર્થી મહિલાઓને વિવિધ આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગ થકી પાંડુરોગ અટકાવવા માટેની વિસ્તૃત માહિતીપૂરી પાડી . હતી . તાલીમ શરૂ થતાં પૂર્વે અને તાલીમ પૂર્ણ થયા બાદ આંગણવાડી કાર્યકરોને પ્રશ્નોતરી પાપી સર્વેનું વીમતી આરતીબેન સોની . દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું અને તેમણે સર્વ તાલિમાર્થીઓને આ તાલીમ થકી જે ટેકનીકલ માહિતી મેળવી છે તે તેના ગામની મMિMાઓને માર્ગદર્શન આપી દરેકને જાગૃત કરવા માટે સૂચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના સહયોગથી શ્રીમતી ધનુબેન , બાળવિકાસ યોજના અધિકારી , વ્યારા , ઘટક – ૨ એ કર્યું હતું