ચોર્યાસી તાલુકાનાં કોસાડ સ્થિત BRC ભવન ખાતે નવનિયુક્ત BRP AR & VE માટેનો એકદિવસીય તાલીમ વર્ગ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ BRP AR & VE એલિમેન્ટરી અને સેકન્ડરીની કરાર આધારિત નિમણૂંકનો આદેશ કરવામાં આવેલ છે. આ નવનિયુક્ત BRP ને જિલ્લા કક્ષાએ તાલીમ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સુરત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા૨ી ડો. દિપકભાઇ દરજીનાં માર્ગદર્શન હેઠળ તા.11/10/2023 નાં રોજ બી.આર.સી. ભવન, ચોર્યાસી (કોસાડ) ખાતે નવનિયુક્ત BRP AR & VE એલિમેન્ટરી અને સેકન્ડરીની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભે મદદનીશ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર કૈલાશ ભોય (એસટીપી) એ સૌને આવકારી તાલીમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી ખાસ ઉપસ્થિત સ્ટેટ ફિલ્ડ સુપરવાઇઝર મુકેશભાઈ નાઈએ BRP AR & VE નાં જોબ ચાર્ટ વિષયક વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત આ તાલીમ વર્ગમાં શાળા બહારનાં બાળકો, એસ.ટી.પી.વર્ગ, પ્રિ-વોકેશનલ તાલીમ, વ્યવસાયિક શિક્ષણ, ચાઇલ્ડ ટ્રેકિંગ, પ્રબંધ પોર્ટલની ઉપયોગિતા, પરિવહન સહિતનાં મુદ્દાઓની વિગતવાર છણાવટ ઓલપાડનાં બ્લોક એમ.આઇ.એસ. સંજય રાવળ દ્વારા કરવામાં આવી હતી. ઉમરપાડાનાં બ્લોક એમ.આઇ.એસ. નિમેશ ચૌધરી તથા મહુવાનાં બ્લોક એમ.આઇ.એસ. રાજુ ડોબરીયાએ સહાયક તજજ્ઞ તરીકે ભૂમિકા બજાવી હતી. અંતમાં ડિસ્ટ્રિક્ટ એમ.આઇ.એસ. અમી પટેલે આભારવિધિ આટોપી હતી. તાલીમવર્ગને સફળ બનાવવા ચોર્યાસીનાં બ્લોક એમ.આઇ.એસ. મલ્લિકા પટેલ તથા બી.આર.સી. પરિવાર, ચોર્યાસીએ જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other