આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવણી નિમિત્તે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ આધારિત ડાંગ જિલ્લામા કિશોરી મેળો યોજાશે
“બેટી બચાવો બેટી પઠાવો” તથા પુર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને બ્લોક કક્ષાએ કિશોરી મેળો યોજાશે
–
11 થી 13 ઓક્ટોબર દરમિયાન વઘઇ, આહવા અને સુબિર ખાતે કિશોરી મેળો યાજાશે :
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ 2015 થી “બેટી બચાવો બેટી પઠાવો” યોજના તથા વહાલી દીકરી યોજના વર્ષ 2019 થી કાર્યાન્વિત છે આઇ.સી.ડી.એસ ખાતે વર્ષ 2018-19 થી પુર્ણા યોજનાના સુચકાંકમા દીકરી જન્મને પ્રોત્સાહન દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળ લગ્ન પ્રતિબંધ સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાના સંકલનથી બ્લોક કક્ષાએ “સશક્ત દીરકી સુપોષિત ગુજરાત” થીમ આધારિત કિશોરી મેળાનુ આયોજન થનાર છે.
આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવણી નિમિત્તે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ આધારિત આઇ.સી.ડી.એસ શાખા, જિલ્લા પંચાયત આહવા-ડાંગ અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના દરેક તાલુકા દીઠ કિશોરી મેળો યોજાનાર છે. જે 11 ઓક્ટોબરના રોજ વઘઇ 12 ઓક્ટોબરના રોજ આહવા તેમજ 13 ઓક્ટોબરના રોજ સુબિર ખાતે કિશોરી મેળો યોજાનાર છે.
કિશોરી મેળાનો મુખ્ય હેતુ, કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવા, વિવધ સરકારી યોજના અને કાયદાઓ વિશે જાગૃત કરવા, આંગણવાડી નિયમીત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય, કિશોરીઓમા પોતાના પોષણસ્તર વિશેની જાગૃતતા, કિશોરીઓને પોતાના રોજિંદા આહારમા મિલેટનો ઉપયોગ એને વિવિધ ખાદ્ય જુથોનો સમાવેશ થાય તે માટે જાગૃત કરવા, કિશોરીઓના વાલીઓને પોષણ, આરોગ્ય,શિક્ષણ, સર્વાગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમા દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરી ને દિકરીઓના જન્મદરમા વધારો કરવા, લાભાર્થીઓને સરકારી વિવધ યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે બ્લોક લેવલે પર વિભાગો સાથેનુ સંકલન વધારવુ, કિશોરીઓમા કારકિર્દી ધ્યયો હાંસલ કરવા માટેની સમજ કેળવાય, કિશોરીઓમા જિવનના વિવિધ પાસાઓની સમજ તથા તેની જાગૃતિ કેળવી શકાય, કિશોરીઓ સ્વસ્થ જીવનની દિશામા વિશ્વાસપૂર્વક પગલા પાડી શકે તે માટેનો છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લામા દરેક તાલુકા લેવલે યોજનાર કિશોરી મેળામા સ્વ- રક્ષણ તાલીમ અને સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ, કિશોરીઓ માટે વિવધ વિભાગો દ્વારા કાર્યરત યોજનાઓના સ્ટોલ, મેળાના કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા એન્કરીંગ, મિલેટ્સ અમે પૂર્ણાશક્તિમાંથી બનતી વિવધ વાનગીનુ નિદર્શન, દીકરીઓ માટે ખાસ પરામર્શનુ બુથ, શોશ્યલ મીડિયા પ્લેટફોર્મ મારફતે શોર્ટ ફિલ્મ, વિવિધ નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિષયો અંગે માર્ગદર્શન અને જન જાગૃત્તિ અર્થે સંદેશાઓ પ્રસારણ, કિશોરીઓનુ આરોગ્ય તપાસ અને પરામર્શ વિગેરે કાર્યક્રમો હાથ ધરવામા આવશે.
–