શિક્ષકોનાં પગાર સંદર્ભે ગુ.રા.પ્રા.શિ.સંઘનાં હોદ્દેદારો દ્વારા શિક્ષણ વિભાગનાં અધિકારી-પદાધિકારીઓને રજૂઆત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : PRISHA સોફ્ટવેરમાં પગાર કરવામાં સર્વર ધીમું ચાલવાનાં પગલે સમગ્ર રાજ્યભરનાં શિક્ષકોનો પગાર વિલંબિત થયેલ છે. જે સંદર્ભે આજરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી મહામંત્રી સતિષભાઈ પટેલ, ખજાનચી રણજીતસિંહ પરમાર, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, પ્રફુલભાઈ પાનશેરિયા, શિક્ષણ સચિવ વિનોદ રાવ તથા વિકાસ કમિશ્નર સંદીપ કુમારને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષકોનાં પગાર માટે હાલ પૂરતું SAS સોફ્ટવેરથી પગાર કરવા બાબતની સૂચના તમામ જિલ્લાને ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી શિક્ષકોનાં પગાર ઝડપથી કરાવી શકાય.