તાપી : દેગામાં ટીચકપુરા રસ્તા અંગે ડાયવર્ઝન
વાલોડ ખાતે મીંઢોળા નદી પર બ્રીજનું કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન અંગેનું જાહેરનામું.
………
વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ
…………
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામાં ટીચકપુરા રોડ અને મીઢોળા રીવર પરના હયાત કોઝવેના સ્થાને હાઈ લેવલ માઈનોર બ્રિજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે, અને વાહન વ્યવહાર ની સગવડ માટે બાજુ માંથી ડાયવર્ઝન આપવામાં આવેલ છે.તથા તા.૧૪/૦૬/૨૦૧૩ ના રોજ બ્રિજનો સ્લેબ તૂટી પડવાના કારણે નવીન બ્રીજ તથા ડાયવર્ઝન ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી સદર રસ્તાના વાહન વ્યવહાર બંધ કરી આ રસ્તા પરથી પસાર થતા વાહન- વ્યવહારના રૂટ પર ડાયર્વઝન આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે ઇંચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.સી.પટેલે જાહેરનામું બહાર પાડી દેગામાથી ટીચકપુરા રોડ (મીંઢોળા નદી ઉપર) બંધ કરી વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે હવે દેગામા-રૂપવાડા-કપુરા રોડ, દેગામા-શાહપુર-વ્યારા રોડ, દેગામા-બાજીપુરા-વ્યારા રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે.
આ જાહેરનામુ તા.૦૪/૧૨/૨૦૨૩ સુઘી અમલમાં રહેશે. ઉપરોકત હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધમાં ઈન્ડીયન પીનલ કોડ- ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
000000