ડોલવણ રેફરલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભવ : નિદાન, સારવાર કેમ્પમાં ૩૬૮ દર્દીઓએ લાભ લીધો : ધારાસભ્ય દ્વારા એકસ-રે યુનિટ ખુલ્લુ મુકાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીના ડોલવણ સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને મેડીકલ કોલેજ સુરત તથા સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના સહયોગથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ, રાષ્ટ્રીય કિશોર- કિશોરી સ્વાસ્થય કાર્યક્રમ , ઓડોલેસન હેલ્થ ડે , આયુષ્માન- આભા કાર્ડ કાઢવા , સિકલ સેલ નિદાન સારવાર , રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ , જેવા અનેક વિધ પ્રવૃતિઓનો કેમ્પમાં ૩૬૮ લાભર્થી દર્દીઓએ લાભ લીધો.
તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ વડાપ્રધાનના જમ દિવસથી સેવા પખવાડિયા ઉજવણી સાથે વિવિધ યોજનાના કેમ્પો, આરોગ્ય શિક્ષણ જન જાગૃતિ હેતુ માટે ડોલવણ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર પીપલવાડા, કરંજખેડ. પંચોલ, ઘાણી પદમડુંગરી, કાર્ય વિસ્તારના જરુરીયાત મંદ દર્દીઓને ઉદઘાટન સમારોહમાં સંબોધન કરતા ધારા સભ્ય મોહનભાઇ કોંકણીએ રાજ્ય સરકાર તરફથી ગંભીર બીમારીઓની સારવાર માટે દસ લાખ સુધી મફત સારવાર ચાર લાખ (૪૦૦૦૦૦/-)આવક મર્યાદા વાળા દર્દીઓને પેકેજ આપી છેવાડાના માનવી સારવારથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકાર તત્પર છે. તેવુ જણાવી ડોલવણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતી સુવિધા પુરી પાડવા ખાતરી આપી હતી. આ પ્રસંગે ડોલવણ રેફરલ હોસ્પિટલ ડોલવણ ખાતે એકસ રે યુનિટ માટે સુવિધાનુ ધારાસભ્ય ઢ્રારા ઉદઘાટન કરી ટી.બી. સહિત અનેક બિમારીના નિદાન માટે સ્થાનિક કક્ષાએ જ એકસ રે સેવા ઉપલબ્ધ કરાવી છે.
ડો.અભિષેક ચૌધરી એ ટી.બી.મુક્ત પંચાયત અંતર્ગત ૨૦૨૫ સુધી ટી.બી.મુક્ત ગુજરાતમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આર.કે.એસ.કે. અને આર.બી.એસ.કે. કાર્યક્રમ ડો.દિપ્તી ચૌધરી અને મૈસુદા ગામીત ઢ્રારા આરોગ્ય શિક્ષણ તથા ડો. સ્નેહલ પટેલ અને ડો.રુપલ ઢ્રારા ૧૦૦ કિશોર-કિશોરીને લાભ આપ્યો હતો .
સુરત સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજની તથા સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો ઢ્રારા એમ.ડી,મેડીસીનના ૫૬ દર્દીઓ ગાયનેકના ૧૬ બાળરોગના ૧૨ જનરલ સર્જરીના ૧૨ નાક કાન ૨૨ આંખ ૬૧ મનોરોગ ૨ સ્ક્રીનના ૫૦ દાંત ૩૧ લેપ્રસી શંકાસ્પદ ૩ ડાયાબીટીસ – પ્રેશર ૧૭૪ ચેક કરી કુલ ૩૬૮ દર્દીઓને લાભ આપવામાં આવ્યો હતો .
આ કેમ્પમાં હરિભાઇ ગામીત, અમરસિંહ ચૌધરી, નિલેશભાઇ ગામીત, ડો.ભૌમિક ચૌધરી, ડો.દિપ્તીબેન , ડો.હિના પંચાલ ડોલવણ તાલુકાના મેડીકલ ઓફિસરો પેરામેડીકલ સ્ટાફ (હાજર) ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કેમ્પ આયોજન તાલુકા આરોગ્ય અધિકારી ડો.નેહલ ઢોડિયા અને કાર્યક્રમ સંચાલન તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઇ ગામીતે કર્યુ હતું.