વઘઇ ખાતે મિલેટ્સ કૃષિ મેળો-૨૩ અંતર્ગત મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ ખાતે તા. ૦૩/૧૦/૨૦૨૨૩ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ ના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ કૃષિ મેળો -૨૦૨૩ અંતર્ગત “મિલેટ્સ વાનગી સ્પર્ધા” યોજાઇ હતી. આ વાનગી સ્પર્ધામાં ડાંગ અને નવસારી જિલ્લામાથી વિવિધ આંગણવાડી કેન્દ્રો અને ગામોના બહેનોએ મિલેટ્સમાથી બનેલ વિવિધ વાનગીઓ રજૂ કરી હતી. આ વાનગી હારીફાઈમાં નાગલીના રોટલા જેવી પરંપરાગત વાનગીઓની સાથે સાથે રાગી (નાગલીના) કેક, કુકીઝ, બિસ્કિટ, નાગલીનો સીરો, ચેવડો, ખાખરા, લાડુ, ઢોકળા, નાનખટાઈ વગેરે જેવી વૈવિધ્યપૂર્ણ બેકરી વાનગીઓની નિદર્શન કરવામાં આવ્યું હતું. તથા આ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં કમિટી દ્વારા પસંદ થયેલ વાનગીને પ્રથમ, બીજું અને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું હતું. ૪૦ થી વધુ મહિલાઓએ આ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને 80 થી વધુ અલગ અલગ મિલેટ્સની વાનગી આ સ્પર્ધામાં મૂકવામાં આવી હતી. તથા આ કાર્યક્રમમાં આવનાર ખેડૂતોએ પણ રાગી, બાજરા, જુવાર, કાંગ જેવા મિલેટ્સમાથી બનેલ ઘણી બધી વૈવિધ્યસાભાર વાનગીઓ નિહાળી હતી. આ વાનગી હરિફાઈથી ખેડૂતો અને મહિલાઓ મિલેટ્સમાઠી બનતી વેલ્યૂ એડેડ પ્રોડક્ટથી વાકેફ થયા હતા.