આગામી ૧૭મી ઓક્ટોબરે શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય,વ્યારા ખાતે સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિર યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિ જળવાઈ રહે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. તેને ધ્યાને રાખી તાપી જિલ્લાના યુવક/યુવતીઓને સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે વિવિધ મુખ્ય કૃતિઓ જેવી કે ગરબા, રાસ, લોકનૃત્ય, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ વગેરેમાં યોગ્ય અને વિસ્તારમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તેમજ આગામી તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાની ગુણવત્તાસભર અને તંદુરસ્ત સ્પર્ધાઓ યોજાય તે હેતુ થી સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિર તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય ખાતે તા આગામી ૧૭/૧૦/૨૦૨૩ના રોજ બપોરે ૧.૦૦ વાગ્યે યોજાનાર છે.
આ શિબિરનો લાભ લેવા ઇચ્છિત યુવક/યુવતીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી, બ્લોક નં,૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપીએથી નિયત નમૂનાનું ફોર્મ મેળવીને તા.૧૫/૧૦/૨૦૨૩ સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000