તાપી જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં CHC,SDH, Civil સરકારી હોસ્પિટલ માંથી IFT કેસ (ઇન્ટર ફેસેલિટી ટ્રાન્સફર ) ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોકલતા ઇમરજન્સી કેસોમાં ૧૦૮ સેવા માં ગોલ્ડન ટાઈમમાં વધારો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય માં છેલ્લા 16 વર્ષથી જીવા દોરી સમાન 108 ઈમરજન્સી સેવા ચાલી રહી છે આપણા તાપી જિલ્લામાં 108 સેવા માં ઈમરજન્સી કેસ માટે 108 જીવા દોરી સમાન છે ત્યારે તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલ માંથી આઈ એફ ટી નજીકની 108 એમ્બ્યુલન્સને આપવામાં આવે છે તેમાં 108 એમ્બ્યુલન્સ સેવા વ્યસ્ત હોવાથી ઇમરજન્સી કેસો જેવા કે રોડ અકસ્માત,મેડિકલ કે અન્ય કેસ માં ટાઇમસર પહોંચવામાં વિલંબ થાય છે. નોર્મલ આઈ એફ ટી કેસ માં પણ સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ નો ઉપયોગ થતો નથી. જો સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ નો ઉપયોગ આઈ એફ ટી કેસમાં થાય તો 108 ઇમરજન્સી સેવા કોઈપણ ઇમરજન્સી કેસ માં જેવા કે રોડ અકસ્માત,મેડિકલ કે અન્ય ઈમરજન્સીમાં 108 ઈમરજન્સી સેવા વધુ ઝડપથી પહોંચી શકે અને માનવ જીવન બચાવી શકે

સરકારી હોસ્પિટલ માંથી IFT (ઈન્ટર ફેસિલિટી ટ્રાન્સફર) કેસ જેમકે,નિઝર અને કુકરમુંડા થી વ્યારા સિવિલ ૧૨૫ કિલોમીટર દૂર ૧૦૮ -એમ્બ્યુલન્સ ને આપવામાં આવે છે , નિઝર, કુકરમુંડા થી નંદુરબાર સિવિલ માં મોકલવામાં આવે છે અને ઉચ્છલ થી વ્યારા હોસ્પિટલ ૪૫ કિલોમીટર આઈ એફ ટી માં જાય છે અને સોનગઢ થી વ્યારા ૨૫ કિલોમીટર આઈ એફ ટી માં ૧૦૮ એમ્બ્યુલન્સ જાય છે અને ત્યાર બાદ વ્યારા સિવિલ થી સુરત સિવિલ ૭૫ કિલોમીટર આઈ એફ ટી કેસ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં આવે છે. જેમાં નોર્મલ પેશન્ટ પણ નજીકની ૧૦૮ એમ્બ્યુલન્સ માં આઈ એફ ટી કેસ તરીકે આપવામાં આવે છે જેમાં કલાકો સુધી ૧૦૮ વ્યસ્ત રહે છે .. ત્યારે ખરેખર ઈમરજન્સી કેસોમાં ૧૦૮ સેવાનો લાભ મળતો નથી.. જ્યારે 108 ઇમરજન્સી સેવા આઇએફટી ઇમરજન્સીમાં વ્યસ્ત હોય છે તેવા સમય દરમિયાન 108 ઈમરજન્સી સેવા ને બીજા કેસ વેટિંગમાં હોય છે અને હોસ્પિટલ જોડે એમ્બ્યુલન્સ હોવા છતાં તે લોકો પોતાની એમ્બ્યુલન્સ નો ઉપયોગ કરતા નથી અને એવું જણાવે છે કે એમ્બ્યુલન્સ ચાલી શકે તેમ નથી કે પછી તેમાં ડ્રાઇવર હાજર નથી આવી બાબતો જણાવી તે લોકો 108 ઇમરજન્સી સેવાનો જ ઉપયોગ કરે છે અને કોઈપણ સામાન્ય દર્દી આવે તેને પણ 108 મારફતે પોતાના હોસ્પિટલમાંથી આગળ મોકલી આપે છે જો સરકારી હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સ નો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો 108 ઇમરજન્સી સેવા વધુમાં વધુ લોકોનો જીવ તાપી જિલ્લામાં બચાવી શકે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other