જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સરકાર સામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપી દ્વારા આંદોલન શરૂ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સરકાર સામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપીદ્વારા રેલી સભા પ્રતિજ્ઞા લઈ શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું.
જેમાં રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ તાપીના આચાર્ય સંવર્ગ, માધ્યમીક અને ઉચ્ચ્તર માધ્યમિક, પ્રાથમિક્ સંવર્ગ ની શાળાના તમામ હોદેદારો જેમાં અધ્યક્ષો કેતન શાહ, અર્જુન ગામીત, રુવિષ ગામીત, અશોક ચૌધરી, ભદ્રેશ પ્રજાપતિ,દિલીપ વસાવા, રણજીત ગામીત દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા રેલી કાઢી સભા કરી ગાંધીજી ની પ્રતિમા ને સૂતર આંટી પેહારાવી પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં વાલોડ, ઉચ્છલ , સોનગઢ, વ્યારા, કુકરમુંડા, નિઝર, ડોલવણ તાલુકા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ના તમામ શિક્ષક મિત્રોએ આજે ops માટે ગાંધીજયંતિ નિમિતે, ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી અને હાથમાં દેશની માટી લઈ પ્રતિજ્ઞા લીધી કે ops સહિતના પડતર પ્રશ્ર્નો નો ઉકેલ નાં આવે ત્યાં સુઘી અમે જંપીશું નહિ. આજથી આંદોલનની શરુઆત કરવામાં આવી અને આવનારા દિવસોમાં તમામ ધારાસભ્યો અને સંસદ સભ્ય ને આવેદન પત્ર આપવામાં આવશે અને આંદોલનને દેશવ્યાપી જડબેસલાક અહિંસા ના માર્ગે દોરી ops પુનઃ સ્થાપિત કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા મક્કમતા દાખવી હતી. . આજના કાર્યક્રમની સફળતા માટે સમગ્ર તાપી જિલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ શિક્ષકો વડીલો ભાઈઓ બહેનો અને જિલ્લા તાલુકાની ટીમના અધ્યક્ષ/ મહામંત્રીનો આભાર આચાર્ય સંવર્ગ ના અધ્યક્ષશ્રી – કેતનભાઈ શાહ, અધ્યક્ષશ્રી – અર્જુનભાઈ ગામીત. મહામંત્રીશ્રી – અશોકભાઈ જી ચૌધરી , સંગઠનમંત્રી જયંતિભાઈ કોંકણી દ્વારા વ્યકત કરાયો હતો.