વ્યારા શહેર થી ભાટપુર તરફ બહાર જતા માર્ગો ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ‘આપ’ની માંગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ઘણા સમય થી વ્યારા વોર્ડ નંબર- ૪ ના નગરજનો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે કે કેટલાક વર્ષો થી વ્યારા શહેરની આસપાસ ચડ્ડી બનીયાન ધારી ચોરો અને અન્ય વિસ્તારના અજાણ્યા ઈસમો નું આવન જાવન વધી ગયું છે. જેને લઈને વોર્ડ નંબર ૪ માંથી પસાર થતા વ્યારા ભાટપુર રસ્તા તેમજ ઢોઢિયા વાડ થી ભાટપુર એમ વ્યારા ની બહાર જતા ૨ માર્ગો ઉપર ડાબા કાંઠા કેનાલના પુલ પાસે સીસીટીવી કેમેરાની સુરક્ષા મળે એવી માંગ આમ આદમી પાર્ટીએ કરી છે.
વ્યારા શહેરની ઘણી સોસાયટીઓમાં અને રેસિડેન્સીઓમાં ચોરો દ્વારા ફેરયા, વેપારીઓ એમ અલગ અલગ વેશ માં આવી બંધ પડેલ મકાનોની રેકી કરી ઘરના તાળા તોડ્યા છે. અને આવા બનાવો છેલ્લા 2- 3 વર્ષ દરમિયાન વધ્યા છે. જેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષો થી રાત્રી દરમિયાન નગરજનો માં અફરાતફરી નો માહોલ ઘણીવાર સર્જાય ચુક્યો છે.
સમગ્ર વ્યારા નગરમાં માં દાખલ થવાના તમામ માર્ગો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ વ્યારા નગરના વોર્ડ નંબર ૪ માંથી પસાર થતા ભોજપુર તરફના માર્ગ ઉપર કોઈ પણ જાતના સુરક્ષા કેમેરા લગાવવામાં આવેલ નથી. બેથેલ કોલોની, પંચવટી સોસાયટી, શારોન નગર, અંબા નગર, વિપુલ પાર્ક, નવું ઢોઢિયા વાળ, જાગૃતિ સોસાયટી, સરિતા નગર સોસાયટી, આર્જેવ એનકલેવ જેવી સોસાયટી માંથી વ્યારા બહાર જતા ભાટપુર તરફના માર્ગો ઉપર કોઈ પણ જાતના કેમેરા લગાવવામાં આવેલ નથી. સાથે સાથે જે નહેર ની બાજુમાં થી રસ્તો બનાવવામાં આવ્યો એના પર પણ સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવેલ નથી. જેથી કરીને આ સોસાયટીના નગરજનો દ્વારા વારંવાર ફરિયાદ ઉઠી છે કે વ્યારા ની બહાર જતા માર્ગો ઉપર ડાબા કાંઠા કેનાલ પાસે સીસીટીવી કેમેરા ની સુરક્ષા આપવામાં આવે. જેથી કરી ને ચોર ડાકુઓનો ખતરો દૂર થાય અને અજાણ્યા ઈસમો રેકી કરવા આવતા રોકી શકાય. આવનારા નવરાત્રી અને દિવાળી ના તહેવારમાં ચોરી લૂંટ ફાટ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગામી સાવચેતીના રૂપે આ પગલું ભરવું જરૂરી જણાય આવે છે.
વ્યારા શહેરના બહાર જતા માર્ગો ઉપર ડાબા કાંઠા નેહરના ૨ પુલો પાસે સીસીટીવી કેમેરાની સુરક્ષા નગરજનોને બને તેટલી વહેલી તકે આપવામાં આવે. એડ. જીમ્મી પટેલ, ઉપપ્રમુખ-તાપી જિલ્લા, આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other