તૂટતો પરિવાર બચાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ખુરદી ગામમાંથી એક મહિલાએ ફોન કરી 181 ટીમને કોલ કરી જણાવેલ કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધમા છે. જેથી તે તેમની સાથે લડાઈ ઝઘડા કરે છે અને હેરાનગતિ કરે છે તેમજ ઘર ખર્ચ માટે પૈસા નથી આપતા જેથી તેમને સમજાવવા માટે મદદની જરૂર છે કેસ મળતા તાપી 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને મળી તમામ હકીકત જાણી હતી. જાણવા મળ્યું કે તેમના પતિ ની ઉંમર 50 વર્ષ છે અને તેમની બે દીકરીઓ છે જે જેમના લગ્ન થઈ ગયેલ છે અને તેમના પણ બાળકો છે પીડીતાના પતિનો જલાવ લાકડાનો ધંધો છે જે કામ કરવા અલગ અલગ ગામમાં જતા હોય છે. હાલ તેમણે વાલોડ તાલુકાના એક બેન સાથે પ્રેમ સંબંધ છે જેની સાથે કાયમ ફોન પર વાત કરે છે અને તેમની તમામ જરૂરિયાત પૂર્ણ કરે છે. ઘરે પીડિતાને શારીરિક માનસિક ત્રાશ આપે છે તેમજ દીકરી જમાઈ સાથે ઝગડા કરી ઘરમાંથી કાઢી મૂકે છે. ખેતીમાં અનાજ પકાવે છે એ વેચી નાંખે છે એમ પીડિતાની તમામ હકીકત જાણી તેમના પતિને સ્થળ પર બોલાવી તેમનું કાઉન્સેલિંગ કરવામા આવ્યુ. તેમને જણાવ્યું કે લગ્ન બહારના સંબંધો રાખવા એ કાયદેસર ગુનો છે તેમજ ઘરમાં પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવો એ પણ ગુનો બને છે જે વિશે કાયદાકીય સમજ અપાઈ હતી. પીડીતાને સ્થળ પર કાયદાકીય સમજ આપી તેમજ મહિલા સહાયતા કેન્દ્ર અને પોલીસ કાર્યવાહી વિશેની માહિતી આપી. લાંબાગાળાના કાઉન્સિલીંગની જરૂરિયાત જણાવતા કાર્યવાહી માટે મહિલા સહાયતા કેન્દ્ર પીબીએસસી ટીમ તાપી ને આગળ કાર્યવાહી માટે સોંપાઈ છે, જયાંથી આગળની કાર્યવાહી થશે.