ઉચ્છલ : બાઈક ચોરીનો ગુનો ઉકેલી આરોપીઓને ચોરીની બાઈક સાથે પકડી પાડતી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઈન્સ.શ્રી આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ આજરોજ અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ હતી કે, “બે લોકો ચોરીની એક કાળા કલરની સિલ્વર કલરના પટ્ટાવાળી નંબર પ્લેટ વગરની હીરો કંપનીની સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પાખરી ગામની સીમમા હાઇવે નં.૫૩ ઉપર ફરે છે.” જે બાતમી આધારે પાખરી ગામની સીમમા આવેલ હાઇવે નં.૫૩ ઉપર આવતા આ બાતમીવાળી નંબર પ્લેટ વગરની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પેલેન્ડર મો.સા. આવતા લાકડી તથા ટોર્ચના અજવાળાથી ઉભા રહેવા ઇશારો કરી મો.સા. રોકાવી ઉપર બેસેલ આરોપી-(૧) વિપુલ હંસરાજ ગાવીત ઉ.વ.૨૦ રહે-લક્કડકોટ હીરા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) (૨) યોવનભાઇ મણીલાલભાઇ ગામીત ઉ.વ.૨૮ રહે. થુંટી ગામ ઉપલું ફળીયુ તા.ઉચ્છલ જી.તાપીનો હોવાનુ જણાવ્યુ હતુ. મોટર સાયકલ બાબતે એમની પાસે માલિકી અંગેના દસ્તાવેજી પુરાવા ન હોય અને વધુ પૂછપરછ કરતા આ મો.સા. ચોરીની હોવાનુ કબુલાત કરી હતી. જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. પકડાયેલ આરોપીની કબજાની મોટર સાયકલની કિ.રૂ.૫૫,૦૦૦/- તથા અંગઝડતી કરતા અલગ- અલગ કંપના મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૫,૦૦૦/- નો મુદ્દામાલ લીધેલ છે. આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ કરી રહી છે.
કામગીરી કરનાર ટીમ
અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો.જગદીશભાઇ જોરારામ, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો.અરૂણભાઇ જાલમસીંગભાઇ તથા પેરોલ/ફર્લો સ્કોડના અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ દ્વારા કરવામાં આવેલ છે.