તાપી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા યોજાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્ય ગાથા રજુ કરતી શૌર્ય જાગરણ યાત્રા શરૂ થઇ છે. આ યાત્રામાં સામેલ રથમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે વૃંદાવન થી આચાર્ય સુબેદાનંદનજી મહારાજ પણ જોડાયા છે. ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિસદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મહા આરતી સાથે જાગરણ યાત્રાને આવકાર મેડ રહ્યો છે. શુક્રવારે તા.22 મી ના રોજ તાપી જિલ્લામાં પ્રવેશેલી શૌર્ય જાગરણ યાત્રા સોનગઢ નગર થઇ, તાલુકાના રસ્તે થઇ આજે સવારે 9-30 કલાકે વ્યારા નગરમાં પ્રવેશ કર્યો હતો. અને કાનપુરા સ્થિત રામજી મંદિર થી બાઈક રેલી સાથે સુરતી બજાર થઇ જુના બસ સ્ટેન્ડ ખાતે આવતા વિવિધ સમાજના આગેવાનો દ્વારા સરદાર ચોક ખાતે મહા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર ખાતેશૌર્ય જાગરણ યાત્રા પુર્ણાહુતી થઇ હતી. વ્યારા નગર વિશ્વ હિન્દુ પરિસદ, બજરંગ દળના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વ્યારા નગરના વિવિધ ગણેશ મંડળના સભ્યો, સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ લાયન હાર્ટ ગ્રુપના આગેવાનો, કાર્યકર સહિત ભાગની સંસ્થાના આગેવાનો, નગરપાલિકા સભ્યો સહીત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પૂર્ણાહુતી દરમિયાન ભરૂચ વિભાગ વિશ્વ હિન્દુ પરિસદના મંત્રી અજય મિશ્રા, આચાર્ય સુબેદાનંદનજી મહારાજ, તાપી અને સુરત જિલ્લા વીએચપી સંગઠન મંત્રી રાકેશ ગામીત (ગતાડી)સહિત આગેવાનોને સનાતન ધર્મની રક્ષા કરવા, તમામે એક થઇ હિન્દુ સમાજ માટે કામ કરવા જણાવ્યું હતું.ત્યારબાદ વ્યારા તાલુકા થઇ વાલોડ તાલુકાના બુહારી ખાતે રામજી મંદિરે મહા આરતી ના કાર્યક્મ બાદ વાલોડ નગર થઇ શૌર્ય જાગરણ યાત્રા આગળ સુરત જિલ્લામાં પ્રવેશી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other