સોનગઢ પોલીસની સતર્કતાથી આદર્શ શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્રારા તાપી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાએ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ તા-૨૨/૦૯/૨૦૨૩ ના રોજ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મૌજે સોનગઢ ગામે, APMC માર્કેટ પાસેથી, પસાર થઈ રહેલ હતા ત્યારે એક ઇસમ રસ્તાના કિનારે લપાતો છુપાતો શંકાસ્પદ રીતે લાંબા વાળેલા સળીયા ઉંચકીને લઈને જઈ રહેલ હોય જેથી તેની નજીક જતા સદર ઇસમ તેના હાથના સળીયા નીચે ફેંકી નાસવા જતા તેને નજીકમાંથી જ પકડી લીધેલ અને તેના નામ ઠામની ખાત્રી કરતા તે વસીમ શબ્બીરભાઇ રાઇમ, રહે-સોનગઢ, ગણેશ નગર, તા-સોનગઢ, જિ-તાપી હોવાનું જણાવ્યુ હતુ. તેની પાસેથી કુલ નંગ ત્રણ સળીયાઓ હોય જે વચ્ચેથી કટર વડે કાપેલા મકાનના બાંધકામમાં વપરાતા સેંટીંગના લોખંડના સળીયા હતા આ ઇસમને આ સળીયાઓની માલિકી બાબતે પુછતા તે ગલ્લા તલ્લા કરી અને કોઇ સંતોષકારક જવાબ નહી આપતા સળીયાનો અંદાજે વજન ૨૦/- કિલો ગ્રામ જેટલો જેની એક કિલોની કિંમત રૂપિયા ૪૦ લેખે ૨૦ કીલો સળીયાની કિંમત રૂપિયા ૮૦૦/- ગણી લઈ CrPC કલમ ૧૦૨ મુજબ પોલીસે કબજે કરી પકડાયેલ ઇસમને CrPC કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરેલ તથા આ બાબતે વધુ તપાસ કરતા આ ચોરી સોનગઢ ગામે, આદર્શ કન્યા શાળાના કેમ્પસમાં આવેલ બંધ ઓરડીમાં તા-૨૧/૦૯/૨૦૨૩ ના રોજ ચોરી થયેલ હોય અને આ ચોર ઇસમે બે સહ આરોપીઓ સાથે મળી શાળામાં આવેલ બંધ મકાનના દરવાજાનો નકચો તોડી અંદર પ્રવેશ કરી નાના-મોટા લોખંડના સળીયાઓના ટુકડા આશરે ૨૫૦ કિ.ગ્રા. જેની આશરે કિંમત રૂપિયા ૧૨,૫૦૦/- તથા સળીયા કાપવા માટેનું કટર મશીન જેની કિંમત રૂપિયા ૬,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૮,૫૦૦/- ના મત્તાની ચોરી કરેલ હોય અને વધુ તપાસ કરતા આ ચોરી (૧) વસીમ શબ્બીરભાઇ રાઇમ, (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ દોદેરામ ગિરાડે, (૩) ભોલુ પ્રભુભાઇ સોનવણે, તમામ રહે-સોનગઢ, ગણેશ નગર, તા-સોનગઢ, જિ-તાપીએ એકસાથે મળીને કરી હતી અને આ ચોરી કરેલ તમામ મુદ્દામાલ સોનગઢ ગામે ભંગારની દુકાન ચલાવી રહેલ ભંગારીઓ (૧) અલતાબ શકુર કુરેશી, રહે-સુંદર નગર, રેલ્વે સ્ટેશન રોડ, સોનગઢ, ઇસ્લામપુરા, તા- સોનગઢ, જિ-તાપી (૨) મુખ્તાર કાદિર ફકીર(શાહ), રહે-સોનગઢ, અલીફ નગર ટેકરા, તા-સોનગઢ, જિ-તાપીને વેંચેલ હોય જેથી આ બન્ને જગ્યા ઉપર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલની રીકવરી કરાઈ છે. પાંચેય આરોપીઓની પોલીસે અટક કરી છે. આમ સોનગઢ આદર્શ કન્યા શાળામા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. તથા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા ગુનાની આગળની તપાસ શ્રી એસ.એમ. સાધુ, પો.સ.ઇ. સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-

1. PI વાય.એસ.શીરસાઠ, સોનગઢ પો.સ્ટે.

2. PSI એસ.એમ.સાધુ. સોનગઢ પો.સ્ટે.

3. UHC સંદિપભાઇ હિરાલાલભાઇ.

4. UPC ગોપાલકુમાર કાળુભાઇ બ.નં-૭૪૧ 5. UPC આશીષભાઇ કિશનભાઇ.

6. APC કમલેશભાઇ કિશનભાઇ.

ચોરી કરનાર ઇસમો તથા તેમનો ગુનાહિત ઇતિહાસ-

૧- જીતેન્દ્ર ઉર્ફે જીતુ દોડેરામ ગિરાડે, રહે-સોનગઢ, ગણેશ નગર, તા-સોનગઢ, જિ-તાપી નાઓ વિરૂધ્ધ અગાઉ મહારાષ્ટ્રના MIDC જલગાંઉ પો.સ્ટે. ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે.

૨-વસીમ શબ્બીરભાઇ રાઇમ, રહે-સોનગઢ, ગણેશ નગર, તા- સોનગઢ,જિ-તાપી

૩-ભોલુ પ્રભુભાઇ સોનવણે, રહે-સોનગઢ, ગણેશ નગર, તા- સોનગઢ, જિ-તાપી

ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર ભંગારના વેપારીઓ-

૧-મુખ્તાર કાદિર ફકીર(શાહ), રહે-સોનગઢ, અલીફ નગર ટેકરા, તા-સોનગઢ, જિ-તાપી નાઓ વિરૂધ્ધ સોનગઢ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૨૦૮૪૮/૨૦૨૨ IPC કલમ ૩૮૦, ૪૫૪, ૪૧૧, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે. ૨-અલતાબ શકુર કુરેશી, રહે-સુંદર નગર, રેલ્વે સ્ટેશન રોડ, સોનગઢ, ઇસ્લામપુરા, તા-સોનગઢ, જિ-તાપી

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other