તાપી જિલ્લા જાહેર જનતા જોગ : નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.21: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ, ગરબા સ્પર્ધાનું આયોજન આગામી તા. ૨૯/૦૯/૨૦૨૩ના રોજ શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય, વ્યારા જિ.તાપી ખાતે બપોરના ૩.૦૦ વાગ્યે થનાર છે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે, આ સ્પર્ધામાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજૂથમાં આવતા સ્પર્ધકો ભાગ લઇ શકશે. જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજૂથના સ્પર્ધકો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બ્લોક નં,૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, વ્યારા, જિ.તાપી ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી આગામી તા.૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં પરત મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ સંપર્ક અથવા પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી, મીત ચૌહાણ (મો.નં. ૯૪૦૮૫૫૩૬૫૧) ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
00000