સ્વ.શ્રી જગદીશભાઈ શાહ (કાચવાલા)ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા) ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાલીદાસ હોસ્પિટલ દ્રારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કાલીદાસ હોસ્પિટલ વ્યારા ખાતે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન બુધવાર 20મી સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા તાલુકાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, શ્રી કેયુરભાઈ શાહ, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી કૌશાંગભાઈ શાહ, શ્રીમતિ રમાબેન શાહ, ટ્રસ્ટીઓ, ડો અજયભાઈ દેસાઈ અને કોલેજના આચાર્ય ડૉ. જ્યોતિ રાવ દ્રારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ ડો. ભાવિન મોદી, ડો. સ્વપ્નિલ ખેંગાર અને ડો. વૈશાલી ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ.વૈશાલી ચૌધરી અને દક્ષેશ શાહ શિબિર સમિતિના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other