સુરત શહેરની નાનપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનો ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ડંકો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સી.સી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલ, સુરત ખાતે સાતમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓએ લગભગ 235 જેટલાં પ્રોજેક્ટ રજૂ કર્યા હતાં. આ પ્રદર્શનમાં ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ, નાનપુરાએ માધ્યમિક કક્ષાનાં પાંચ વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનાં પાંચ વિભાગમાં ભાગ લીધો હતો. આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં શાળાનાં માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યુ હતું.
શાળાએ માધ્યમિક કક્ષાએ વિભાગ – 1 થી 3 માં પ્રથમ, વિભાગ – 4 માં તૃતિય, વિભાગ – 5 માં પ્રથમ જ્યારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શાળાએ વિભાગ – 4 માં દ્વિતીય જ્યારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં પ્રથમ સ્થાન અંકિત કર્યુ હતું.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને શાળા પરિવાર વતી તમામ માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોને આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય સી.ડી.પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other