વ્યારા ખાતે શ્રીશ્યામજી ગુપ્તા દ્વારા એકલ અભિયાનની પરિકલ્પના ઉપર સંવાદ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એકલ અભિયાન અંતર્ગત વ્યારાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, એકલ અભિયાનના પ્રણેતા, માર્ગદર્શક, સ્થાપક સદસ્ય માનનીય શ્રીશ્યામજી ગુપ્તા દ્વારા વ્યારા નગરજનોને એકલ અભિયાનની પરિકલ્પના અંગે સંવાદ યોજવામાં આવ્યો.
આ તબક્કે માજી સૈનિક સંગઠનોને એકલ અભિયાન દક્ષિણ ગુજરાત ભાગ કાર્યકારણી સમિતિ દ્વારા સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું.
માનનીય શ્રી શ્યામજી ગુપ્તાની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત ભાગ કાર્યકારણી સમિતિની બેઠક પણ પ્રધાન હાઉસ સ્ટેશન રોડ ખાતે કરવામાં આવી. ભારત વર્ષમાં એક લાખ કરતા વધુ એકલ વિદ્યાલયો, હરી કથાકારો તેમજ અનેક સામાજિક વિષયો ઉપર માર્ગદર્શન મળ્યું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન એકલ અભિયાન દક્ષિણ ગુજરાત ભાગ સમિતિના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું જેમાં શ્રી કુલીન શિરીષભાઈ પ્રધાન, (અધ્યક્ષ દક્ષિણ ગુજરાત ભાગ સમિતિ) તેમજ ઉમેદ પટેલ (ભાગ ઉપાધ્યક્ષ), પ્રતિક ગણાત્રા( ભાગ સચિવ) ડૉક્ટર.હેમંત શાહ, કેતન પાટણવાડીયા, નારાયણભાઈ પુરોહિત, રાજીવ જે શાહ , મયુર ચૌધરી, ધર્મેશ બુંદેલા, ઓમ પ્રકાશ નામ પ્રવીણભાઈ પટેલ (અંબાજી મંદિર ) અપૂર્વભાઈ શાહ. અંકુર પટેલ. કુણાલ પ્રધાન, વિગેરે નાઓ દ્વારા સમાજલક્ષી તથા પ્રજા લક્ષી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કુલીન પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.