નિઝર તાલુકાના રાયગઢ ગામમાં ધરોમા વરસાદી પાણી ભરાયા : તાલુકાનું તંત્ર અંધારામાં !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર): તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવેશ રાયગઢ ગામમાં આજ રોજ વરસાદી પાણીના કારણે અનેક ઘરોમાં પાણી ફરી વળ્યું હતું. રવિન્દ્રભાઈ પ્રતાપભાઈના ઘરથી મગનભાઈ સિંગાભાઈના ઘર સુધી, અને નર્મદાબેન ગુલાબસિંગ શર્મા, પુષ્પાબેન વસંતભાઈ નાઈક, ભીમસીંગભાઈ સિંગાભાઈ નાઈક, દાસુભાઈ ગિબાભાઈ નાઈક, અંકુશભાઈ જગદીશભાઈ નાઈક, અનવભાઈ ગોન્યાભાઈ નાઈક, સરોજાબેન રમણભાઈ પાડવી, ડુંગરસિંગભાઈ સરવરસિંગભાઈ નાઈક એમના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાણીમાં રહેવા મજબુર બન્યા છે. આજે ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા રાંધી પણ નથી શક્યા. ગ્રામજનો જણાવે છે કે એક વર્ષ અગાઉ રાયગઢ ગામના ગ્રામજનો દ્રારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને અને ગામના સરપંચશ્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે ગટર લાઈન નાંખી આપવામાં આવે. છતાં પણ સરપંચે ગ્રામજનોની વાત ધ્યાનમાં ન લેતા આજે ગ્રામજનોને ખુબજ મુસીબતનો સામનો કરવા પડી રહ્યો છે. નિઝર તાલુકાના સ્થાનિક અધિકારીઓ દ્રારા લાખો રૂપિયાનો ખર્ચ કરી રસ્તાઓ બનાવવામાં આવે છે. પરંતુ ગટર બનાવી શકતા નથી ? બાંધકામ એન્જિનિયર, તલાટી, સરપંચની ધોર બેદરકારીના કારણે હાલમાં ગ્રામજનોને કેટલીક મુશ્કિલનો સામનો કરવો પડી રહ્યો છે. ગલી ગલીમાં રસ્તા બન્યા છે પણ ગટરનો અભાવ દરેક ફળીયામાં જોવા મળે છે. હાલમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી રાયગઢ ગામના ગ્રામજનોને રૂબરૂ મુલાકાત કરે એવી લોક માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહયું કે તાલુકા વિકાસ અધિકારી રાયગઢ ગામની મુલાકાત કરશે ? આવનાર સમયમાં ખબર પડશે ?