વ્યારા તાલુકા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને લીડ બેંક દ્વારા અટલ પેન્શન યોજના અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫- આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને લીડ બેંક દ્વારા વ્યારા તાલુકા ખાતે અટલ પેન્શન યોજના અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એફ ઝેડ પઠાણએ જણાવ્યું હતું કે વ્યારા તાલુક ના વધુ ને વધુ લોકો ને સરકારશ્રી ની વિવિધ યોજના નો લાભ મળે અને લોકો ની સુખાકારી જળવાઈ રહે તે માટે અટલ પેન્શન યોજના પણ એક એવી યોજના છે કે જેમાં ગેરેન્ટેડ પેન્શન રૂપિયા એક હજારથી લઈને પાંચ હજાર સુધી 60 વર્ષ ની ઉમર પછી આપવામાં આવે છે જેનો લાભ દરેક સખી મંડળ ની બહેનો અને તેમના પરિવાર સુધી મળી રહે તેવા હેતુ થી વિવિધ જાગૃતિ કેમ્પો નું આયોજન કરવામાં આવે અને વધુ માં વધુ નાગરિકો આ યોજનાનો લાભ લે એ માટે આ તાલીમ નું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તાપી જિલ્લા નો ગુજરાત રાજ્ય માં ચાલુ નાણાકીય વર્ષમાં તાપી બીજો નંબર અટલ પેન્શન યોજના માં આવે છે.અને આપણે વધુ ને વધુ આ યોજના નો પ્રચાર પ્રસાર કરી અને તાપી જિલ્લા ને રાજ્યમાં પ્રથમ નંબર પર લઈ જવા માટે અપીલ કરૂં છું.
લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા એ જણાવ્યું હતું કે સમાજ ના દરેક નાના માં નાના વ્યક્તિ ને પણ પાછળના જીવન માં સરળતાથી જીવન જીવી શકે તે માટે અટલ પેન્શન યોજના એક સરસ યોજના છે. દરેક બેંક મિત્ર અને બેંક સખી SHG ગ્રુપ ના દરેક મેમ્બર આનો લાભ લેવો જોઈએ.
મિશન મંગલ ના આસી.પ્રોજેક્ટ મેનેજર શ્રી ઉમા બહેન એ કહ્યું હતું કે સખી મંડળ ની બહેનો ને અટલ પેન્શન યોજના માં જોડાય અને પાછલી ઉમર માં સહારો મળી રહે તે માટે વધુ ને વધુ સખી મંડળ ની બહેનો ને APY માં જોડાય અને દરેક બેંક સખી ને સપ્ટેમ્બર માસ માં વધુ ને વધુ apy કરાવવા ની અપીલ કરી હતી.
અટલ પેન્શન યોજના ની તાલીમ FLCC ના કાઉન્સેલર શ્રી અનિલભાઈ ગામીતે ppt દ્વારા આપેલ હતી.
આ કાર્યક્રમ માં TDO શ્રી એફ ઝેડ પઠાણ અને લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા તથા મિશન મંગલ ના APM શ્રી ઉમા તરવાડી ઉપસ્થિત. રહી માહિતી અને માર્ગ દર્શન આપ્યું હતું. ટી એલ એમશ્રી હેમંત પરમાર દ્વારા રાજ્ય સ્તરે BC સખી તરીકે સારી કામગીરી કરેલ અને મીનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ ભારત સરકાર દ્વારા સન્માન થયેલ કણઝા ગામના હરીશાબેન ચૌધરી ની સાફલ્ય ગાથા જણાવી હતી,જે ટીડીઓ અને ઉપસ્થિત તમામે બિરદાવી હતી .
કુલ 18 જેટલી બેંક સખી અને FLCRP અને બેંક મિત્ર એ સફળતા પૂર્વક તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન TLM શ્રી હેમંત પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦