કે.વિ.કે. વ્યારા ખાતે મશરૂમની ખેતી વિશેની તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આપણો ભારત દેશ એ વસ્તીમાં ચીન પછી બીજા ક્રમે આવતો દેશ છે . આપણી વધતી જતી વસ્તીને પૂરતો ખોરાક પુરો પાડવોએ કૃષિ વેજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય રહયો છે . અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણ ખાસ કરીને ખોરાકમાં પ્રોટીનની અછતએ મુખ્ય સમસ્યા છે . હાલમાં આપણાં દેશનું સ્થાન પ્રોટીનના ઉપયોગની બાબતમાં અન્ય દેશોની સરખામણીએ ખુબજ પાછળ છે . બીજુ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી વર્ષે લગભગ ૩૫૦ કરોડ ટન જેટલી કૃષિની ઉપપેદાશકીષ અવશેષો જેવા કે ઘઉની પરાળ , ડાંગરની પરાળ , શેરડીની બગાસ , વિગેરે ઉત્પન્ન થાય છે . જેમાનો અડધો અડધ જથ્થો વપરાયા વગરનો પડી રહે છે અને આવા કચરાનો નાશ કરવો એ પણ એક મોટી સમસ્યા છે . ગ્રામીણ અને શહેરી નિવાસીઓની દૈનિક આહારમાં પોશક ઘટક તરિકે મશરૂમ અગત્યની ભુમીકા ભજવી શકે છે . ભારત તેમજ ગુજરાતમાં ડાંગર મુખ્ય અનાજ પાક છે અને એમાથી પુષ્કળ પ્રમાણમાં ઉપપેદાશ એટલે ડાંગરના પરાળનું ઉત્પાદન થાય છે . ખેડૂતો દ્વારા મુખ્યત્વે ડાંગરના પરાળ નો ઉપયોગ પશુઓ માટે ખોરાક તરીકે કરવામાં આવે છે . મશરૂમની ખેતી માટે આ ઉપપેદાશનું ઉપયોગ કરવામાં આવશે તો ખેડૂતોનાં આવકમાં વધારો કરી શકાય છે . મશરૂમની માંગ પણ બજારમાં સારી છે અને દક્ષિણ ગુજરાતમાં મશરૂમની ખેતી માટે હવામાનની સ્થિતિ પણ અનુકૂળ છે , પરંતુ મશરૂમની ખેતી કરનાર ખેડૂતોની સંખ્યા બહુ ઓછી છે . નિષ્ણાતોનું માનવું છે કે , દક્ષિણ ગુજરાત ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે સમગ્ર ભારતમાં એક આદર્શ વિસ્તાર છે . મશરૂમની ખેતી માટેના બે મુખ્ય જરૂરિયાતો ડાંગરની પરાળ અથવા ઘઉંનો ભુસો અને મશરૂમનુ બિયારણ ( સ્પોન ) છે અને તેની ખેતીમાં જો યોગ્ય કાળજી લેવામાં આવે તો એક નાણાકીય સંતોષજનક પરિણામો સાથે મહત્તમ ઉપજ પ્રાપ્ત કરી શકાય છે . મશરૂમની ખેતી એ મૂલ્યવાન નાના પાયાનો ઉદ્યોગ તરીકે અપનાવી શકાય છે . આ બધીજ બાબતોને ધ્યાને લઈ , તાપી જિલ્લાના ખેડૂતોને મશરૂમની ખેતી વિશે જાણકારી મળે તે હેતુથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કૈવિકે ) વ્યારા ખાતે આત્મા પ્રોજેકટ , તાપી અને કેવીકેના સંયુકત ઉપક્રમે તા . ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ એક દિવસીય મશરૂમની ખેતી વિશેની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું . સદર તાલીમ અંતર્ગત કેવિકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક , ડૉ . સચિન એમ . ચવ્હાણ દ્વારા મશરૂમની ઉપયોગીતાઓ , ગુજરાતમાં મશરૂમની ખેતીની તક , ભારતમાં ઉગાડવામાં આવતી વિવિધ મશરૂમની જાતો , તેના ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ , ઉછેર પધ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી તેમજ મશરૂમની ખેતીમાં સફળ થયેલ ખેડૂતોના દાખલાઓ સાથેની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી . સાથે સાથે ઢીંગરી મશરૂમ ( ઓઈસ્ટ૨ ) ઉગાડવા માટે પધ્ધતિ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું . જેમાં ખેડૂતોને ડાંગરના પરાળના ટુકડા કરવાના , પરાળના ટુકડાને જંતુ મુકત કરવાની પધ્ધતિ , મશરૂમના બિયારણ અને પરાળના ટુકડાને પ્લાસ્ટિક બેગમાં ભરવાની પધ્ધતિ વિશે પ્રેકટીકલ દ્વારા માહિતગાર કર્યા હતા . ખેડૂતોને કેવિકે ખાતે સ્થાપીત જીવંત મશરૂમ નિદર્શન એકમની મુલાકાત પણ કરવામાં આવેલ હતી . સદર તાલીમમાં કુલ ૫૩ ભાઈ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો . મશરૂમની ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે કેવિકે વ્યારાનો સંપર્ક કરવો .