પદમડુંગરીમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગઈ તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ પદમડુંગરી ગામે વખાર ફળીયાની સીમમાં આવેલ જંગલમાં સંપતભાઇ કિરણભાઇ કોંકણી ઉ.વ.૨૩ રહે.કરંજખેડ ગામ આખર ફળીયા તા.ડોલવણ જી.તાપીને કોઇક કારણોસર રાત્રીના સમયે પદમડુંગરી ગામે વખાર ફળીયાની સીમમાં આવેલ જંગલમાં બોલાવી માંથાના પાછળના ભાગે ડાબા કાનની બાજુમાં તેમજ પિઠના ભાગે તથા છાતીના ભાગે મારક હથીયાર વડે ગંભીર ઇજા કરી સ્થળ પર જાનથી મારી નાંખી નાશી ગયેલ, જે અંગે ડોલવણ પો.સ્ટે.ના આ ગુન્હાને ડીટેક્ટ કરવા એલ.સી.બી. તાપીના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

ગુન્હો ડીટેક્ટ કરવા કરેલ પ્રયત્નોની વિગત :-

પોલીસ અધિક્ષકશ્રી તાપી નાઓની સુચના મુજબ એલ.સી.બી. શાખાના પોલીસ માણસો દ્વારા અંગત બાતમીદાર સક્રિય કરવામાં આવેલ હતા. તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે શકમંદો ઇસમોની પુછ પરછ હાથ ધરેલ હતી, પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ અને પો.કો. રોનક સ્ટીવનસનને અંગત બાતમીદારો મારફતે સંયુક્ત રીતે બાતમી મળેલ કે ” ડોલવણ પો.સ્ટે.ની હદમાં જે ખુનનો બનાવ બનવા પામેલ છે તે ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ નામે સંદિપ કોંકણી, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા કિરણ બાગુલ એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નં.- GJ-26-AB-0623માં આમ તેમ ફરે છે અને હાલ તેઓ ત્રણે જણા ડોલવણ તાલુકાના ડુંગરડા ગામ પસાર કરી રાયગઢ ગામ તરફ જનાર છે.” વિગેરે બાતમી મળતા પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. તાપીને જાણ કરતા તેમના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ માણસો ડોલવણ તાલુકાના ડુંગરડા ગામથી રાયગઢ તરફ જતા રોડ પર મોજે ડુંગરડા ગામની સીમમાં આવેલ કોતરડાના માઇનોર બ્રીજ પર અલગ અલગ ટીમ બનાવી છુટાછવાયા વોચમાં હતા જે દરમ્યાન ડુંગરડા ગામ તરફથી બાતમી વાળી મારૂતી ઇકો ગાડી ..- GJ-26-AB-0623 આવતા તે ગાડીને તમામ પોલીસ માણસોએ આયોજન પુર્વક કોર્ડન કરી રોકી તેમાં બેસેલાઓના નામઠામ પુછતા આરોપી (૧) સંદિપભાઇ કિરણભાઇ કોંકણી, ઉ.વ.૩૫, રહે. આખર ફળીયુ, કરંજખેડગામ, તા.ડોલવણ, જી.તાપી (૨) કિરણભાઇ સુરજીયાભાઇ બાગુલ, ઉ.વ.૨૮, રહે. નીચલું ફળીયુ, નડગખાદી ગામ, તા.આહવા, જી.ડાંગ (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનુ જણાવતા તેમના કબ્જાની મારૂતી ઇકો ગાડી નં.- GJ-26-AB-0623માં ઝડતી તપાસ કરતા ડ્રાઇવર સીટના પાછળના ભાગે આવેલ સીટ પરથી એક રેક્ઝીનની બેગ મળી આવેલ જે બેગમા એક લોખંડના ડબલ બેરેલ તથા તેની નીચે લાકડાની પકડ સહિતનું નાળચુ તથા લાકડા લોખંડની ટ્રીગર, ફાઇયરીંગ પીન સહિતના હાથાવાળી રાયફલ છુટી હાલતમાં તેમજ અલગ અલગ પ્રકારના ફાયરીંગ રાઉન્ડ તેમજ છુટા સીસાના છરા મળી આવેલ હતા. મળી આવેલ હથિયારના લાયસન્સ બાબતે પુછપરછ કરતા તેમની પાસેથી હથિયાર પરવનો ન હતો, જે બાબતે પકડાયેલ ઇસમો તથા બાળ કિશોરને જીલ્લા બાળ સુરક્ષાના અધિકારી રૂબરૂ આગવી ઢબે વધુ પુછપરછ કરતા તેઓ પૈકી કિરણભાઇ સુરજીયાભાઇ બાગુલે કબુલાત કરી હતી કે, આ રાયફલ વડે મે મારી સાથેના સંદિપ કોંકણી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી ગઇકાલે અમારી સાથેના સંદિપભાઇ ના સાવકા ભાઇ સંપતભાઇ ને પદમડુંગરી પાસેના જંગલમાં મારી નાંખેલ છે.

ગુનો કરવાનો હેતું.

આ કામના આરોપી સંદિપભાઇ કિરણભાઇ કોંકણી મરણ જનારનો સાવકો ભાઇ હોય તેમજ તેમના પિતાશ્રી સરકારી કાર્મચારી હોય જેઓ કોરોના કાળ દરમ્યાન મૃત્યુ પામતા વળતર પેટે ૫૦ લાખ રૂપિયા મળેલ હોય જેમાંથી મરણ જનારને ૧૦ લાખ રૂપિયા આપી બાકીના પૈસા આરોપી સંદિપભાઇ કોંકણીએ પોતાના અંગત ખર્ચ માટે વાપરેલ હોય તેમજ તેમના પિતાશ્રીના પી.એમ.ના ૧૫ લાખ રૂપિયા તેમજ પેન્સન લેવા બાબતે બન્ને ભાઇઓ વચ્ચે આ પૈસા બાબતે તકરાર થતી હોવાથી.

આરોપીઓનો રોલ ગુનામાં

સંદિપભાઇ કિરણભાઇ કોંકણી : આ ગુનાના કામનો મુખ્ય આરોપી તેમજ ખુનની સોપારી લેનાર કિરણભાઇને પીઅકપ લેવા માટે પૈસાની જરૂર હોય જેને ખુન કર્યા પછી ૩ લાખ રૂપિયામાં સોપરી આપી મારણ જનારનો સાવકો ભાઇ હોય, વિધી કરવાના બહાને બનાવવાળી જગ્યાએ લઇ આવવા તેમજ કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરનું ઘર બનતું હોય તેને ઘર બનાવવામાં પૈસા આપી આ કામના આરોપીને જરૂરી મદદ

કિરણભાઇ સુરજીયાભાઇ બાગુલ :આ ગુનાના કામે સોપારી લઇ હથિયારની વ્યવસ્થા કરી બનાવવાળી જગ્યાએ પોતે વિધિ કરાવશે તેવો મરણજનારને વિશ્વાસ અપાવી ફાયરીંગ કરી ખુન કરેલ છે. કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર- આ ગુનાના કામે વિધીમાં સામેલ થઇ મરણજનારને પોતે વિધીમાં સામેલ છે. અને બનાવવાળી જગ્યાએ લઇ આવવામાં મદદગારી કરી હતી.

કબજે કરેલ મુદ્દામાલ

આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી મળી આવેલ મુદ્દામાલ ગુનામાં વપરાયેલ મારૂતી ઇકો ગાડી નં.- GJ-26-AB-0623, આશરે કિં. ૩,૦૦,૦૦૦/- તથા ડબલ બેરેલ તથા તેની નીચે લાકડાની પકડ સહિતનુ આશરે ૨ ફુટ લાંબુ એક નાળચુ તથા લાકડા તથા લોખંડનો ટ્રીગર, ફાઇયરીંગ પીન સહિતના આશરે ૧ ફુટ લંબાઇના એક હાથા વાળી છુટી રાયફલ આશરે કિંમત રૂ. ૧૦,૦૦૦/-, તથા સીસાની ધાતુના અલગ અલગ સાઇઝના ગોળ છરા નંગ-૧૩, કિં. રૂ. ૦૦/-, તથા કુલ- ૨૭ જીવતા કારતુસો જે એક કારતુસની આશરે કિં. રૂ ૧૦૦/- લેખે કુલ્લે રુ ૨,૭૦૦/-, તેમજ એક લાલ કલરનો તથા એક સફેદ કલરનો કોટન રૂમાલ જેની કિં.રૂ. ૦૦/- તેમજ આરોપીઓની અંગઝડતી દરમ્યાન મળી આવેલ મોબાઇલ નંગ-૦૨, જેની આશરે કિં.રૂ. ૧૦,૦૦૦./- તથા સીમકાર્ડ નંગ-૦૧, કિં.રૂ. ૦૦/-,મારૂતી ઇકો ગાડી નં.- GJ-26-AB-0623 ની આર.સી. બુકની નકલ તથા આરોપી સંદિપભાઇ કિરણભાઇ કોંકણીનુ ડ્રાઇવીંગ લાયસન્સની નકલ,  રેકઝીનની બેગ- ૦૧ તથા લાલ કલરનો તથા સફેદ કલરનો રૂમાલ- ૨, મળી કુલ્લે રૂ. ૩,૨૨,૭૦૦/- નો મુદ્દામાલ.

કામગીરી કરનાર ટીમ :

શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપી, શ્રી પી.એમ. હઠેલા પો.સ.ઈ. એલ.સી.બી., તથા ASI ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. રોનક સ્ટીવનસન, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ, તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહ એલ.સી.બી. શાખા, તથા એસ ઓ.જી. શાખાના હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ, પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા પો.કો. વિપુલભાઇ રમણભાઈ તમામ પોલીસ માણસોની ટીમ દ્વારા થયેલ પ્રયત્નો થકી વણશોધાયેલ ગુનો શોધી કાઢી પ્રસંશનિય કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other