પ્રોહીબિશન ગુન્હામાં પાંચ વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ વ્યારા પો.સ્ટે. પાર્ટ C ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૩૦૬૮૧/૨૦૨૩, પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તથા ઇ.પી.કો. કલમ ૨૦૧ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા મૌખિક સુચના આપેલ હતી જે આધારે ગઇ તા.૦૯/૦૯/૨૩ના રોજ પો.સ.ઇ.શ્રી, પી.એમ. હઠીલા એલ.સી.બી. તાપી તેમજ તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે આવા ગુનાના આરોપીઓની તપાસ કરતા તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇને બાતમી મળેલ કે, ઉપરોકત ગુનાના આરોપી દમણ ખાતે છે. જેથી દમણ ખાતે જઇ સ્થાનીક પોલીસની મદદ મેળવી દમણ ખાતે તપાસ કરતા દેવકા હાઉસ હોટલમાંથી આરોપીઓ- (૧) કિરણ ઉર્ફે કિરીટ ઉર્ફે કિરણ મણીલાલ ચૌધરી, ઉ.વ.૪૬, રહે ભાટી ફળીયુ, બોરખડી ગામ, તથા ફ્લેટ નં. ૨૦૨, નેહા કોમ્પલેક્ષ, ગોલ્ડન નગર, પાનવાડી, તા.વ્યારા, જી.તાપી (૨) હેમંતભાઇ જગુભાઇ ચૌધરી ઉ.વ.૩૩, રહે. નિશાળ ફળીયુ, ખડકા ચીખલીગામ, તા.સોનગઢ, જી.તાપી (3) આશીષ ઉર્ફે પાંડુ અર્જુનભાઇ ચૌધરી, ઉ.વ.૩૧, રહે. ભાટી ફળીયુ, બોરખડીગામ, તા.વ્યારા, જી.તાપી (૪) રતિલાલ ઉર્ફે રતુ સંજયભાઇ ગામીત, ઉ.વ ૩૫, રહે. પુરવઠા ફળીયુ, કનાળાગામ, તા.સોનગઢ, જી.તાપી (૫) જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદભાઇ ચૌધરી, ઉ.વ ૨૪, રહે. ગોડાઉન ફળીયુ, બડતલ ગામ, તા.માંડવી, જી.સુરત મળી આવતા આજરોજ અટક કરવામાં આવેલ છે. અને આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપી કરી કરેલ છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) કિરણ ઉર્ફે કિરીટ ઉર્ફે કિરણ બોરખડી મણીલાલ ચૌધરી, ઉ.વ.૪૬, રહે. ભાટી ફળીયુ, બોરખડીગામ, તથા ફ્લેટ નં.-૨૦૨, નેહા કોમ્પલેક્ષ, ગોલ્ડન નગર, પાનવાડી, તા.વ્યારા, જી.તાપીનાઓ વિરૂધ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમા પ્રોહીબિશનના કુલ 10 ગુનાઓ, સોનગઢ, વાલોડ, ડોલવણ તેમજ ઉકાઇ પો.સ્ટેશનમા પ્રોહીબિશનના એક એક ગુનોઓ, કાકરાપાર પોલીસ સ્ટેશનમા પ્રોહીબિશનના બે ગુનોઓ, નવસારીના વાંસદા અને સુરત ગ્રામ્યના માંડવી પોલીસ સ્ટેશનોમા એક એક પ્રોહીબિશનના ગુનાઓ મળી કુલ 18 ગુનાઓ નોંધાયેલ છે. કિરણ ઉર્ફે કિરીટ ઉર્ફે કિરણ બોરખડી મણીલાલ ચૌધરી કુલ 9 કેસોમા નસતો ફરતો વોન્ટેડ આરોપી હોવાથી અટક કરાઈ છે.
(૨) હેમંતભાઇ જમુભાઇ ચૌધરી, ઉ.વ ૩૩, રહે. નિશાળ ફળીયુ, ખડકા ચીખલીગામ, તા.સોનગઢ, જી.તાપી વિરૂધ્ધ કાકરાપાર પો.સ્ટે.મા ગુન્હો નોંધાયેલ છે. જેમાં અટક કરાઈ છે.
(3) આશીષ ઉર્ફે પોડુ અર્જુનભાઇ ચૌધરી, ઉ.વ.૩૧, રહે, ભાટી ફળીયુ, બોરખડીગામ, તા.વ્યારા, જી.તાપીની વ્યારા પોલીસ સ્ટેશનના ત્રણ અને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશનના એક મળી કુલ ચાર ગુનામા કરવામાં આવેલ છે.
(૪) રતિલાલ ઉર્ફે રતુ સંજયભાઇ ગામીત, ઉ.વ ૩૫, રહે પૂરવ ફળીયું, કનાળાગામ, તા સોનગઢ, જી.તાપીની સોનગઢ પો.સ્ટે. પ્રોહી એકટ કલમ-૬૫એએ, ૮૧ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. જેમાં અટક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ.શ્રી, પી.એમ. હઠીલા, એલ.સી.બી. તાપી તથા (૧) અ.હે.કો. જગદિશ જોરારામ, (૨) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, (૩) અ.પો.કો. વિનોદ પ્રતાપભાઇ, (૪) અ.પો.કો. રોનક સ્ટીવનસન, (૫) અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, તમામ નોકરી- એલ.સી.બી., જી.તાપી તથા (૬) અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, (૭) અ.પો.કો. રાહુલ દિગંબર, નોકરી- પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીએ કામગીરી કરેલ છે.