સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે સપ્તધારા અંતર્ગત યોજાઈ વિવિધ સ્પર્ધાઓ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: ૯: સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
કોલેજના ‘સપ્તધારા’ કાર્યક્રમ અંતર્ગત રંગ, કલા, કૌશલ્ય ધારા હેઠળ મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં કલા અને કૌશલ્યોનો વિકાસ થાય, અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મહેંદી સ્પર્ધામાં ૧૧ વિદ્યાર્થીનીઓ, ચિત્ર સ્પર્ધામાં ૧૪, અને થાળી સુશોભન સ્પર્ધામાં ૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ.એ.જી.ધારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન સપ્તધારા કોર્ડિનેટર શ્રી.એન.પી.સવનીયા, અને સંચાલન રંગ–કલા-કૌશલ્ય ધારા કોર્ડિનેટર શ્રીમતી એ.એસ.પટેલ અને પ્રિયંકા રાણા દ્વારા કરાયું હતુ.
–