સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સરત આયોજીત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023માં બાલાજી ગર્લ્સ સ્કૂલ વિજેતા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત શહેરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજીત 7 માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રીમતી ક.લ.શં.ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સનાં આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ 5 વિભાગોમાં 5 કૃતિ રજૂ કરવામાં આવી હતી. તે પૈકી વિભાગ 1 માં મુનિરાબેન હમદાનીનાં માર્ગદર્શનથી તૈયાર થયેલી કૃતિ ‘Health in your Hand’ એ ઉત્કૃષ્ટ દેખાવ, વિભાગ 2 માં વૈશાલીબેન પટેલનાં માર્ગદર્શનથી તૈયાર થયેલી કૃતિ ‘Eco friendly Technique for Cremation’ બીજો ક્રમ, વિભાગ 3 માં પરેશભાઈ ગાંધીનાં માર્ગદર્શનથી તૈયાર થયેલી કૃતિ ‘Best from Waste’ બીજો ક્રમ, વિભાગ 4 માં મુનિરાબેન હમદાનીનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી કૃતિ ‘સલામત પરિવહન’ એ ઉત્કૃષ્ટ દેખાવ તેમજ વિભાગ 5 માં વૈશાલીબેન પટેલનાં માર્ગદર્શનથી તૈયાર કરેલી કૃતિ ‘ગાણિતિક ઉપયોગીતાઓ પાસ્કલ ત્રિકોણ પરથી’ એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ડિજિટલ કોમ્પિટિશનમાં દિગ્નાબેન દેસાઈનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રેઝન્ટેશન ‘ઔદ્યોગિક એકમોમાં સલામતી’ એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાની વહીવટી સમિતિનાં અધ્યક્ષ દેવેન્દ્રભાઈ રંગરેજ સાહેબે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓ, માર્ગદર્શક આચાર્યા તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.