જિલ્લા કલેકટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષ પદે તાપી જિલ્લા કક્ષાના DLRC/ DLCC કમિટીની રિવ્યૂ મીટીંગ યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૬: તાપી જિલ્લા કલેકટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષ પદે તાપી જિલ્લા કક્ષાના DLRC/ DLCC કમિટીની જૂન 2023 ત્રિમાસિકનું રિવ્યૂ મીટીંગ જિલ્લા બેંકના પ્રતિનિધિ સાથે કરવામાં આવેલ હતી.

ત્રિમાસિક રીવ્યુ દરમ્યાન કલેકટરશ્રી એ દરેક બેંકના પ્રતિનિધિશ્રીઓ ને અટલ પેન્શન યોજનામાં તાપી જિલ્લાને રાજ્યમાં બીજાં સ્થાન પર લાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. બેન્કોને અપીલ કરવામાં આવેલ કે તાપી જિલ્લા ને APY યોજનામાં રાજ્યમાં પ્રથમ સ્થાન પર આવે તે માટે વધુ ને વધુ લોકો ને અટલ પેન્શન યોજનાનો લાભ મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતુ.

અટલ પેન્શન યોજનાના પ્રચાર પ્રસાર માટે BC સખી/FLCRP અને બેંક સખીની તાલીમનું આયોજન દરેક તાલુકા કક્ષાએ કરવામાં આવેલ છે જેનાથી વધુ ને વધુ APY/PMJJBY/ PMJSBY યોજનાની જાણકારી લોકો ને મળશે અને વધુને વધુ લોકોને યોજના માં જોડી શકવા માટે મદદરૂપ થશે.
આ ઉપરાંત SHG ને ક્રેડિટ લિન્કએજ પર ભાર મૂકવામાં આવેલ હતો. જિલ્લાના વાર્ષિક લક્ષ્યાંકના ૧૧ ટકા સિદ્ધિ પ્રાપ્ત કરવા પર અસંતોષ વ્યક્ત કરતા દરેક બેંકને આપવામાં આવેલ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અનુરોધ કરેલ હતો.
જિલ્લાનો ક્રેડિટ પ્લાન રજૂ કરતાં લીડ બેંક મેનજર શ્રી રસિક જેઠવા એ જણાવેલ કે જૂન 23માં ડિપોઝિટ માં 425 અને ધિરાણ માં 405 કરોડ ટોટલ બિઝનેસ માં 830 કરોડનો ગ્રોથ ગયા વર્ષની તુલનામાં એચિવમેંટ થયેલ હતો.પ્રાથમિકતા ક્ષેત્ર માં 209 કરોડનો વધારો થયેલ હતો
જિલ્લા નો સીડી રેશિયો 50% પ્રાથમિકતા ક્ષેત્રમાં ધિરાણ ૬૩ ટકા અને અગ્રિકલ્ચરમાં ૩૭ ટકા તથા વિકર સેક્શનમાં ૨૩ ટકા નું ધિરાણ કુલ ધિરાણના કરવામાં આવેલ છે.
આ મીટીંગમાં રિઝર્વ બેન્કના પ્રતિનિધિ શ્રી રાહુલ સૈની એ ડિજિટલ kcc અંગે જણાવેલ હતું અને દરેક બેંક બ્રાન્ચને પોતાના ગ્રાહકોને ડિજિટલ પ્રોડક્ટનો લાભ મળે તેવા પ્રયત્ન કરવા અપીલ કરેલ હતી.
શ્રી સોલંકી,જનરલ મેનેજર , જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રધાન મંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન (પીએમ વિકાસ ) યોજના વિશે જાણકારી આપવામાં આવેલ હતી.
મીટીંગ માં DDM ના બાર્ડ શ્રી કુંતલ સુરતી,તથા RSETI ડાયરેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી,રિઝર્વ બેન્ક ના રાહુલ સૈની તથા DLM શ્રી પંકજ પાટીદાર, મનીષા મુલતાની જિલ્લા બાળ વિકાસ અધિકારી તથા જિલ્લા ખેતવાડી અધિકારી શ્રી ગરાસિયા , FLCC ના અનિલ ગામીત અને વિવિધ બેંક ના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ બેંક ઓફ બરોડા ના ચીફ મેનેજરશ્રી વિનય પટેલ દ્વારા કરવામાં આવેલ હતી.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *