ડાંગ જિલ્લાના છૂટા-છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડુતમિત્રોને સલાહ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ આગાહી મુજબ ડાંગ જિલ્લાના છૂટા-છવાયા વિસ્તારોમાં તા. ૭ સપ્ટેમ્બર થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ હળવા થી મધ્યમ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાનમાં લેતા ખેડુતમિત્રોને સલાહ આપવામાં આવે છે કે,
૧) ખેતરમાં જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી સમયસર પૂર્ણ કરવી.
૨) ખેતરમાં આંતરખેડ અને નીંદામણની કામગીરી સમયસર પૂર્ણ કરવી.
૩) બાગાયતી પાકોની જણાવણી માટે લાકડાના ટેકા મૂકવા.
૪) ટામેટાં, રીંગણ, મરચી જેવા શાકભાજીના ધરૂવાડીયામાં વરસાદનાં વધારાનાં પાણીનાં નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું.
૫) ડાંગરના ખેતરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું.
-એસ.એન.ચૌધરી, વિષય નિષ્ણાત (કૃષિ હવામાનશાસ્ત્ર) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર., ન.કૃ.યુ., વઘઈ (ડાંગ)