કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના ડેમો યુનિટ જોવા આવી રહ્યા છે અનેક ખેડૂતો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અલગ અલગ ડેમો યુનિટ ઊભા કરવામાં આવેલ છે જેમાં પ્રાકૃતિક કૃષિ મોડેલ, મૂલ્યવર્ધિત વસ્તુઓની બનાવટોનું ડેમો, યુનિવર્સિટીની તકનીકોનું ડેમો અને હાલમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટમાંથી બનતી વિવિધ બનાવટો તેમજ હલકા ધાન્ય પાકોનો ડેમો વગેરે ડેમો યુનિટને અલગ અલગ જિલ્લાના જેવા કે સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ તથા ગુજરાતના અને મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો આવે છે અને મુલાકાત લે છે.
આમ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્ષમાં ખેડૂત લક્ષી ઘણી એક્ટિવિટી કરવામાં આવે છે અને ખેતી લગતું માર્ગદર્શન ખેડૂતોને સમક્ષ હાજર રહી આપવામાં આવે છે જેમાં તાલીમ, વિઝીટ વગેરે સામેલ છે જે ખેડૂત વર્ગમાં ખૂબ પ્રચલિત થયા છે.
આ વર્ષ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ)ના આંગણે વિવિધ લાઇવ કૃષિ અને વેલ્યૂ એડિશનને લગતા નવા નવા નિદર્શન યુનિટ ઊભા કરવામાં આવ્યા છે, આ નિદર્શન યુનિટની મુલાકાત દ્વારા લાખો ખેડૂતોને તેમાથી પ્રેરણા મળે છે અને તેઓ આ કૃષિની નવીન તાંત્રિકતા પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે અને બીજાને પણ પ્રેરણા આપે છે. જિલ્લા બહારથી આવતા અધિકારી વર્ગ પણ આ ડેમો યુનિટ નિહાળીને સારો એવો પ્રતિભાવ વ્યક્ત કરે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *