કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે બંધારણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી – નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા તા . ૨૪ / ૦૨ / ૨૦૨૦ના રોજ બંધારણ દિવસની ‘ ની ઉજવણી કરવામાં આવી હતી . સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૫૭ ખેડૂતો ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી . ડી . પંડયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ વધુમાં તેમણે બંધારણની અગત્યતા વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા . કાર્યક્રમના મુખ્ય અતિથીશ્રી કૈલાશ નાયક , એડવોકેટ , વ્યારા દ્વારા બંધારણનો પરિચય આપી નાગરિકોની મૂળભૂત ફરજો વિશે માહિતગાર કર્યા હતા . વધુમાં તેમણે જમીનના કાયદાઓ અને સુધારાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી . ત્યારબાદ ખેડૂતોને જમીનના કાયદાઓલક્ષી મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભારવિધિ ડૉ . એ . જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( વિસ્તરણ શિક્ષણ ) દ્વારા કરવામાં આવી હતી .