આઇએએસ, આઇપીએસ તથા આઇએફએસ કેડરમાં ટ્રેનીંગ મેળવતા ૧૪ જેટલા અધિકારીશ્રીઓ તાપી જિલ્લાને મુલાકાતે

Contact News Publisher

આઇએએસ, આઇપીએસ તથા આઇએફએસ કેડરમાં ટ્રેનીંગ મેળવતા ૧૪ જેટલા અધિકારીશ્રીઓએ “આદિવાસીઓનું જીવન અને આજીવિકા” થીમ ઉ૫૨ તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા અને રાયગઢ ગામોની મુલાકાત લીધી

ક્ષેત્રિય અભ્યાસ દરમિયાન વિવિધ યોજનાઓ અંગે કરેલ સમિક્ષા અને અનુભવો બાબતે જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને ડીબ્રિફીંગ સેશન યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૦૨: ક્ષેત્રિય અભ્યાસ અને સંશોધન કાર્યક્રમ અંતર્ગત આઇએએસ, આઇપીએસ તથા આઇએફએસ કેડરમાં ટ્રેનીંગ મેળવતા અધિકારીશ્રીઓની “આદિવાસીઓનું જીવન અને આજીવિકા” થીમ ઉ૫૨ તા.૨૬/૦૮/૨૦૨૩ થી તા.૦૩/૦૯/૨૦૨૩ દરમિયાન તાપી જિલ્લાના ગ્રામીણ જીવનના સામાજિક અને આર્થિક વાસ્તવિકતાના અભ્યાસ અર્થે ટુર પ્રોગ્રામનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે અન્વ્યે તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા અને રાયગઢ ગામોની મુલાકાત લઇ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે અને ગ્રામ્ય જીવનશૈલી અંગે તાલીમાર્થી આધિકારીશ્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ સાથે પોતાના ક્ષેત્રિય અભ્યાસ દરમિયાન વિવિધ યોજનાઓ અંગે કરેલ સમિક્ષા અને અનુભવો બાબતે આજરોજ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને ડીબ્રિફીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આઇએએસ, આઇપીએસ તથા આઇએફએસ કેડરના વિવિધ અધિકારીશ્રીઓએ પ્રેઝનટેશન રજુ કરી વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓનું ધ્યાન દોર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મીશન, પીએમ કિશાન સન્માન નિધી, આયુષ્માન ભારત યોજના, મીશન મંગલમ યોજના, આઇસીડીએસ, એકલવવ્ય મોડલ સ્કુલ, વન બંધુ કલ્યાણ યોજનાઓ જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી.

લાભાર્થીઓ સાથે ચર્ચાઓ કરી વિવિધ કચેરીઓની કાર્ય પધ્ધતી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સાધન સુવિધાઓ અંગે જાત નિરિક્ષણ કર્યું હતું. ટીમ દ્વારા અનુભવ કરાયેલ વિવિધ બાબતો અંગે બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જિલ્લા તંત્રને વધુ સુદ્રઢ બનાવવા પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. આ સાથે અધિકારીશ્રીઓએ તાપી જિલ્લામાં જિલ્લા તંત્રની કામગીરીની સરાહના કરતા વિવિધ બાબતો અંગે સરાહના કરી પોતાની તાલીમમા ઘણુ શિખવા મળ્યુ તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહે તાલીમાર્થી અધિકારીશ્રીઓ દ્વારા રજુ કરેલા સુઝાવો અંગે જિલ્લા તંત્ર ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરશે એમ ખાત્રી આપી હતી. આ સાથે પોતાની કારકિર્દીની શરૂઆતમાં આટલી ઝીણવટ ભરી નજર તાલીમાર્થીઓ ધરાવે છે એમ જણાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત ભવિષ્યના અધિકારીશ્રીઓને પોતાની પાસે આવતા કોઇ પણ ટ્રેઇનીને વધુમાં વધુ ઇનપુટ મળે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં તાલીમાર્થી અધિકારીશ્રીઓને તાપી જિલ્લા તંત્ર વતી મોમેન્ટો આપી ઉજ્જ્વળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા.

તાલીમાર્થીઓના ટુરના નોડલ નિઝર પ્રાંત અધિકારીશ્રી જય કુમાર રાવલે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, ડીવાયએસપી શ્રી સી.એમ.જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *