જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી દ્વારા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મહિલા અને બાળ અધિકારી કચેરી પ્રેરિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વેલ્ફેર એક્શન વ્યારા સંચાલિત જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી દ્વારા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું.
પતિ દ્વારા પત્નિ ને શારીરિક – માનસિક ત્રાસ આપી માર મારી ઘરમાંથી બહાર કાઢી મુકવા બાબત પતિ મયુરભાઈ ગામીતનાં પત્નીની સગી બહેન સાથે જ પ્રેમ સબંધમાં બંધાયા હતા અને તેની જાણ અરજદાર (નામ બદલેલ છે) રમીલાબેન ગામીતને થતા તેમણે પતિને પૂછતાછ કરતા પતિ – પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અને તેમને શારીરિક ત્રાસ આપી માર મારતા પીડિત બહેને 181 મહિલા હેલ્પલાઈન ને જાણ કરેલ હતી. અને 181 મહિલા હેલ્પલાઇન રેશ્ક્યુવાન અરજદાર બહેનને લાંબા કાઉન્સેલિગની જરૂર હોવાથી મહિલા અને બાળ અધિકારીની કચેરી પ્રેરિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી વ્યારા ખાતે જે છેલ્લા તેર વર્ષ થી ઘરેલું હિંસા, જાતિય સતામણી, પતિ પત્નિ નાં ઝઘડા, સાસુ વહુના ઝઘડા તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ અપાવવાની કામગીરી કરનારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી ખાતે બન્ને પક્ષકારો તથા તેમના વડીલો અને સરપંચો ની રૂબરૂમાં જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી જિલ્લા કોર્ડિંનેટર મધુ બેન /મીનાબેન જે. પરમાર દ્વારા કાઉન્સેલિંગ કરતા અરજદાર પત્નીએ પોતાની જ બહેનનું એમના પતિ સાથે પ્રેમસંબંધ છે એવુ જણાવ્યું હતું અને એમની નાની બહેન ને છ માસનો ગર્ભ રહી ગયેલ છે એની જાણ થઈ હતી. એવુ જણાવ્યું હતું. અને અરજદાર બહેનને એક ત્રણ વર્ષની દીકરી ને પણ જન્મ આપેલ છે છતાં પણ પોતાની જ નાની બહેન અરજદારના પતિ મયુરભાઈ રહે. બેડી તા.સોનગઢ સાથે રાખવા માંગતા હોવાથી અને એમને છ માસનો ગર્ભ હોય. ઉછેરી રહેલ બાળકના ભવિષ્યને ધ્યાનમાં લઈ પોતાના પતિ સાથે રહેવા માટે સગી બહેનને સોંપવા માટે રાજી થયા હતા. અને અરજદાર બહેન પોતાના પિતાના ઘરે રહેવા માટે તૈયાર થયા હતા. જે ત્રણ વર્ષની દિકરી છે જેના ભરણ પોષણ પેટે 3000 /-રૂપિયા નક્કી કરી આપવામાં આવ્યા હતા. અને એમનું પોતાનું ભરણ પોષણ કરવા માટે એમણે વસાવેલા ઘરનો સર – સામાન તથા દૂધ આપતાં ગાય -ભેંસ અરજદાર બહેનને અપાવી પતિ -પત્ની અને સગી નાની બહેન વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યુ હતુ.
આમ, મહિલા અને બાળ અધિકારીની કચેરી પ્રેરિત જીલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીનાં જીલ્લા કોડિનેટર મીનાબેન/મધુબેન પરમારએ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી/ મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાની મેડમના માર્ગદર્શન હેઠળ બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરાવી સરાહનીય કામગીરી કરેલ છે.ઞ