સોનગઢના આમલપાડા ગામેથી વરલી મટકાનો જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કોર્ડ, તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી. પી.એમ. હઠીલા પોલીસ સ્ટાફના માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન સ્ટાફના અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.હે.કો. જગદીશ જોરારામભાઇને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, મોટા આમલપાડા ગામના સરપંચ ફળીયામા આવેલ રમેશભાઇ રડતીયા વસાવાના કાચા ઘરના ઓટલા ઉપર બેસી ફુલસીંગભાઇ નુરજીભાઇ વસાવા મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડે છે” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી એલ.સી.બી. અને પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) ફુલસીંગભાઇ નુરજીભાઇ વસાવા ઉ.વ.૩૮ રહે.મોટા આમલપાડા સરપંચ ફળીયુ તા.સોનગઢ (ર) સુનિલભાઇ મોજુભાઇ વસાવા ઉ.વ.૩૭ રહે-નવી કૂઇલીવેલ પટેલ ફળીયુ તા.સોનગઢ જી.તાપી (૩) રણજીતભાઇ લાજુભાઇ વસાવા ઉ.વ.૩૨ રહે-મોટા આમલપાડા, સરપંચ ફળીયુ તા. સોનગઢ જી.તાપી (૪) કાંતીલાલ છગનભાઇ વસાવા ઉ.વ.૪૫ રહે. પાઘડધુવા, નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી વગર પાસ પરમીટે મુંબઈ થી નિકળતા વરલી મટકાના આંકડાનો જુગાર રમી રમાડી મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૦,૫૦૦/- તથા મો.સા.-૦૨ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂ.૧૧,૭૮૦/- મળી કુલ્લે કિ.રૂ. ૯૨,૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આગળની વધુ કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપાઈ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી પી.એમ. હઠીલા, પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જગદીશ જોરારામભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.