કુકરમુંડા તાલુકા ખાતે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૨3 આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે તાજેતરમાં તાપી જિલ્લામાં “મેરી માટી મેરા દેશ” અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. માર્કેટ કુકરમુંડા ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર સેનાનીઓ/વીરોને સન્માનિત કરી શીલાકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સહભાગી થયેલ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનોએ હાથમાં માટી તેમજ માટીનો દિવો લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી પાડી https://merimaatimeradesh.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરી હતી અને અન્યને પણ સેલ્ફી અપલોડ કરવા પ્રેરિત કર્યા હતા.આ સાથે ૭૫ વૃક્ષો વાવીને વસુધા વંદન અંતર્ગત અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંરક્ષણ કર્મચારી/ સી.આર.પી.એફ., આર્મી અને ભુમિદળના કર્મચારીઓના પરિવારને ‘વીરો કા વંદન’અંતર્ગત સન્માન કરવામાં આવ્યા હતા. સહભાગી થયેલ તમામ મહાનુભાવો, અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, સરપંચશ્રી, પદાધિકારીઓ સહિત ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન દ્વારા “મારી માટી મારો દેશ” અંતર્ગત કાર્યક્રમ પુર્ણ કરાયો હતો.
૦૦૦૦૦