તાપી જિલ્લા વહિવટી તંત્રને અર્પણ : નિઝરના વેલ્દાની ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ!!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં 343વાળી ગૌચર જમીનમાંથી બેફામ માટીખનન થયુ,છતાં પણ આજદિન સુધી તાલુકા પંચાયતના અધિકારીઓ અને વેલ્દા ગ્રામપંચાયતના તલાટી અને સરપંચ પણ કુંબકર્ણની નિદ્રામાં ઉગી રહ્યા છે? ગોચર જમીનની તપાસ કરવામાં કેમ અધિકારીઓને તાવ આવે છે,વેલ્દાની સર્વે નં.888 ગૌચર જમીન પર ઈટના ભઠ્ઠાઓનો રાફડો ફાટ્યો,ગ્રામપંચાયતના તલાટી અને સરપંચ ઈટના ભઠ્ઠાઓ વાળાને અને ગૌચર જમીનમાંથી માટીખનન કરનાર સામે પણ કોઈ કર્યાવહી કર્યા નથી? નિઝરના વેલ્દાની મુંગા જાનવરો માટેની એક્માત્ર 343 વાળી ગૌચર જમીનમાં લેબાગુ કોન્ટ્રક્ટર ગેરકાયદે કબ્જો જમાવીને જેમાંથી બેફામ માટી ઉલેચીને વેચાણ કર્યો છે, અને સર્વે નં. 888 વાળી જમીનમાં ઇટના બઠ્ઠાઓ દ્રારા ગેરકાયદે કબ્જો જમાવીની ઈંટો ઉત્પાદનની કામગીરી થતી રહી હોય, પરંતુ તાજેતરમાં નવા આવેલા વેલ્દા ગ્રામપંચાયતના તલાટી ક્મ-મન્ત્રીએ બિનઅધિકૃત બઠ્ઠાઓ અને માટી ખનન કરનાર સામે ત્રીજું નેત્ર આજદિન સુધી ખોલ્યું નથી? વેલ્દા ગામના બ્લોક -સર્વે નં. 343 અને 888 ની ગોચરની જમીન ગામના પશુધન માટે મહત્વની હતી. મુંગા જાનવરો માટે ઘાસચારો ચરવા માટેના સ્થળનો ગેરકાયદે કબ્જો જમાવીની જેમાં પોતાનો હિટ માટે 343 ગૌચર જમીનમાંથી બેફામ માટી ખનન થયુ છે. છતાં પણ નિઝરના તાલુકા વિકાસ અધિકારીને જોવાતું નથી?તાપસ કરવાના નામ પર હાલમાં પણ તાલુકા વિકાસ અધિકારી ઉંધે છે? વારમ વાર લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવે છે. છતાં પણ સર્વે નં. 343 વાળી ગૌચર જમીનમાં પરવાનગી વગર તળાવ બનાવી દેવામાં આવ્યું છે.અને 343 વાળી આખી ગૌચર જમીન લેબાગ કોન્ટ્રાકટર ખોદી નાખી છે. અનેલાખો મેટ્રીક ટન માટી વેચાણ કરીને કોન્ટ્રક્ટર લાખો રૂપિયા કમાવુને બેઠો છે.343 વાળી ગૌચર જમીન માંથી લાખો મેટ્રીક ટન માટી ચોરી કરીને વેચાણ થઈ છે.વેલ્દા ગ્રામપંચાયતની બાજુમાં સોપિંગસેન્ટર બનાવામાં આવેલ છે.તેનામાં પણ ગૌચર જમીનની માટી ભરાવ કરવામાં આવી છે, રાજુગાંધી ભવનની બાજુમાં જે સોપિંગસેન્ટર બનાવામાં આવેલ છે, તેનામાં પણ ભરાવ ગોચર જમીનની માટીનો ઉપયોગ કરવામાં આવેલ છે, લાલનગરમાં પણ સુપીગસેન્ટરમાં અને એની બાજુમાં પણ શોપીંગ છે, તેનામાં પણ ગૌચર જમીનમાંથી માટી કાળીને અને વેચાણ કરવામાં આવી છે,વેલ્દા ગામમાં બે પેટ્રોલપંપના ભરાવમાં પણ ગૌચર જમીનમાંથી માટી કાળીને ભરાવ કરવામાં આવેલ છે,અને એક મહિનાની આગળી વેલ્દાટાકીની ત્યાં પણ પેટ્રોલપંપ બનવાનું કામ હાલમાં ચાલે છે, તેમાં પણ 343 વાળી ગૌચર જમીનની માટી પેટ્રોલપંપમાં ભરાવ કરવામાં આવી છે.જો તાપસ કરવામાં આવે તો આ જગ્યાઓ પરથી પણ 343 વાળી ગૌચર જમીનની માટીના અંશ (પુરાવા)મળશે?343વાળી ગૌચર જમીનમાંથી માટી ચોરી થઈ છે, છતાં પણ અધિકારીઓને આશ્વાસન આપે છે કે તાપસ કરવામાં આવશે?પણ અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી છે તો પછી કેમ ગુનેગારને સજા કરવામાં આવી નથી? આ પ્રશ્ન અધિકારીઓ પર ઉઠે છે કે ગુનર્ગરને બચાવા માંગે છે? અને સર્વે નં.888 વાળી ગૌચર જમીન પર મુંગા જાનવરો માટે ઘાસચારો ચરવા માટેના સ્થળનો ગેરકાયદે કબ્જો જમાવી જેમાં પોતાનો વેપલો ઇટના સઁચાલકોએ શરૂ કરી દીધો છે. છેલ્લા 12વર્ષથી ગોચરમાં ઈટ ઉત્પાદન કરવા માટે ભઠ્ઠાઓ ચાલુ થયા છે. ગૌચર જમીનમાંથી જય માટી ઉલેચીને જેનો ઉપયોગ ઈંટો બનાવવા માટે થઈ રહ્યો છે.
ભવિષ્યમાં આ સ્થળ પર કોઈ ઘાસચારો પણ ન ઉગી શકે તેવી જમીનની હાલત કરી નાખવામાં આવેલ છે. અને 343 વાળી ગૌચર જમીન પણ આખેઆખી ગૌચર જમીન ખોદી નાખી જેનું નખ્ખોદ વાળી નાખ્યું છે.ઈટના સઁચાલકો વહીવટકર્તાઓને જ પોતાની પંગતમાં બેસાડી દેતા હોવાથી મુંગા જાનવરો માટેની ફળદ્રુપ જમીન લૂંટાઈ ચુકી છે.જોવાનું રહ્યું કે ઉપરી અધિકારીઓં તાપસ કરશે કે પછી તપાસના નામ પર લાંબો દોર ચલાવશે.આવનાર સમયમાં ખબર પડશે.

હાલમાં પણ 343 વાળી ગૌચર જમીન પર હાલના સરપંચ અને એનો ભાઈ લેબાગુ કોન્ટ્રાકટ 343વાળી ગૌચર જમીન પર દબાણ કરી રહ્યા છે.જાણે કે એમની બાપની જમીન છે એવી રીતે દબાણ કરી રહ્યા છે.ગામના લોકો જણાવે છે કે 888 વાળી ગોચરની જમીનમાં પણ આ સરપંચ ઈટો બનાવામાટે પરવાનગી આપી છે.કેમ કે લોકો ગ્રામસભામાં આવાજ ઉઠાવે તો ગામના સરપંચ અને સરપંચના ગુંડાઓ ઘરમાં ઘૂસીને મારતા છે. અને દાખ દમકીઓ આપતા છે.એટલા માટે વેલ્દા ગામમાં લોકોમાં એમની દહેશત જોવા મળી રહી છે.જાગૃત નાગરિકોને આ સહન ના થાયુ એટલે વેલ્દા ગ્રામના નાગરિકો જણાવે છે કે અમે કાયદાથી જ લડીશું. અને કાયદાથી જ ન્યાય માંગશું. 343 અને 888 વાળી ગૌચર જમીન પર સરપંચ અને લેબાગુ કોન્ટ્રાકટર દબાણ કરે છે.

હાલમાં એ જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી નિઝર,મેં.મામલદાર નિઝર, પ્રાત સાહેબ નિઝર સ્થાનિક અધિકારીઓ ગૌચર જમીન પર દબાણ કરનાર પર કોઈ કાર્યવાહી કરશે કે પછી કુંબકર્ણની ઉઘમાં ઉંઘશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *