સ્ટડી એન્ડ રિસર્ચ માટે મસુરી તાલીમ સેન્ટરના 14 IAS, IPS, IFS તાલીમ ઓફિસર્સ ડાંગ જિલ્લાની મુલાકાતે આવશે

Contact News Publisher

ડાંગ જિલ્લાના કાલીબેલ અને સાકરપાતળ ખાતે તાલીમી ઓફિસર્સ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેશે :

જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ ડામોરના અધ્યક્ષ સ્થાને તાલીમ ઓફિસર્સના વ્યવસ્થાપન અંગેની બેઠક યોજાઇ :

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા: 22: ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે તાલીમ લઈ રહેલા 14 જેટલા IAS, IPS, IFS ટ્રેનર ઓફિસર્સ ડાંગ જિલ્લાની મુલાકાતે આગામી તા.26મી ઓગષ્ટથી પધારનાર છે.

ડાંગ જિલ્લામાં આવી રહેલા આ તાલીમી અધિકારીઓના અતિથિ સત્કાર, ગ્રામીણક્ષેત્રની માહિતીથી વાકેફ કરવા સહિત રોકાણ અને મુલાકાત સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થા, માઈક્રો પ્લાનિંગ અંગેની એક બેઠક જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ. ડામોરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમા ખાતે યોજાઈ હતી.

આ તાલીમી અધિકારીઓ ડાંગ જિલ્લાના કાલીબેલ અને સાકરપાતળ ગામ ખાતે ગ્રામીણ ક્ષેત્રની જાણકારી અને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવશે. તેમજ આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે, તેમ જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ. ડામોરે બેઠકમા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લામાં આવનારા તાલીમી ઓફિસર્સ “ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્સ પ્રોગ્રામ (FSRP)” અંતર્ગત વઘઇ તાલુકાના કાલીબેલ અને સાકરપાતળ ગામે રોકાણ કરી, આદિજાતિઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલિમી અધિકારીઓ તા. 26મી ઓગસ્ટથી 3જી સપ્ટેમ્બર, 2023 દરમિયાન કાલીબેલ અને સાકરપાતળમા ગામમા રહીને વનરાજીનુ નિરિક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત કરશે.

જિલ્લામાં આ તાલીમી ઓફિસર્સના આગમન સંદર્ભે રોકાણ વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા, આવા-ગમન માટે જરૂરી વાહનોની વ્યવસ્થા તેમજ જિલ્લાના વન વિસ્તારોની મુલાકાત, એડવેન્ચર અંગેની આનુષાંગિક વ્યવસ્થાઓના માઈક્રો પ્લાનિંગ સહિત સુચારુ ટાઈમ ટેબલ ગોઠવવા અંગે જમને જવાબદારી સોંપાઈ છે, તેવા જિલ્લાના અધિકારીઓને જરૂરી સૂચનો કરવા સાથે ઓફિસર્સની સુરક્ષા પર કલેક્ટરશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠકમા પ્રાયોજના વહિવટદાર શ્રી સુથાર રાજ, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારી, અધિક કલેક્ટર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાર સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ, મામલતદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *