VNSGUની ૧૦૧ કૉલેજોમાં રોજગાર સૃજન કેન્દ્રનું ઉદઘાટન કરાયું : તાપીની બધી કૉલેજો પણ જોડાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજનો દિવસ વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા શરૂ કરેલ સ્વાવલંબી ભારત અભિયાન અને સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સયુંકત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને સ્વાવલંબી ભારત અભિયાન આ બંને વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જેમાં યુનિવર્સિટીના ૧૦૧ કૉલેજમાં રોજગાર સૃજન કેન્દ્રનું ઉદઘાટન લાઈવ ઓનલાઇન લિંક દ્વારા કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટી જોડે સંકળાયેલી દરેક કોલેજોના વિદ્યાર્થીઓએ લાઈવ પ્રસારણમાં જોડાઈ હાજરી આપી. આ સૃજન કેન્દ્ર વિદ્યાર્થીઓને રોજગાર આપવા માટે થઈને માર્ગદર્શન કરશે.
આપણા તાપી જિલ્લાની પણ બધી કૉલેજો આ કાર્યક્રમમાં જોડાઈ હતી. ઉચ્છલ, વ્યારા, વાલોડ અને સોનગઢ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી. ઉચ્છલ કૉલેજમાં પ્રોફેસર જશુબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓ સામે સ્વાવલંબી ભારત અભિયાનનો વિસ્તૃત વિષય મૂકવામાં આવ્યો. જ્યારે સોનગઢ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં શ્રી રાહુલભાઇ જોષી (સ્વાવલંબી ભારત અભિયાનના તાપી જિલ્લાના સહ સંયોજક) દ્વારા વિદ્યાર્થીઓને સ્વાવલંબી થવા માટે થઈ શું શું કરી શકાય એની માટે થઈને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીઓ નોકરી માંગનાર નહિ પરંતુ નોકરી આપનાર બને એમ સંકલ્પ કરી જીવનમાં આગળ વધે એની માટે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનગઢ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી રાજેશ પટેલ અને પ્રોફેસર બરે સાહેબ, મકવાણા સાહેબ તથા અન્ય શિક્ષક મિત્રો તથા ઉચ્છલ કૉલેજના પ્રિન્સીપાલ, વ્યારા કૉલેજના પ્રિન્સીપાલ સાહેબોનું મુખ્ય યોગદાન રહ્યું.
આ કાર્યક્રમનું માર્ગદર્શન સ્વદેશી જાગરણ મંચના તાપી જિલ્લાનાં સંયોજકશ્રી મિનેશ અગ્રવાલ અને નવસારી વિભાગના સંયોજક ડૉ. સ્મિત લેંદે દ્વારા આપવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *