કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા મત્સ્યપાલનનાં ૨૦ અધિકારીઓની પાંચ દિવસીય રીફ્રેશમેન્ટ તાલીમ શરૂ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારના મત્સ્યપાલન વિભાગમાં ફરજ બજાવતા ૨૦ અધિકારીઓની “એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેકટાઈસીસ” વિષય ઉપર ૫ દિવસીય રીફ્રેશમેન્ટ તાલીમ તારીખ ૨૧/૦૮/૨૦૨૩ થી આયોજિત કરવામાં આવેલ છે. જેના ઉદ્દધાટન પ્રસંગે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઇબલ એરિયા સબ પ્લાન તાપી શ્રી રામ નિવાસ બુગલિયા (IAS) મુખ્ય મેહમાન તેમજ કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એમ. એમ. ત્રિવેદી અને સેન્ટર ઓફ એકસલન્સના હેડ ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ હતા. સદર તાલીમ દરમિયાન અગાઉ દિવસોમાં વિષય નિષ્ણાતો દ્વારા વિશ્વમાં ચાલતા જળચર ઉછેરના વિવિધ તકનીકોના બાબતે વ્યાખ્યાનો આપવામાં આવશે.