પતિ દ્વારા વહેમ રાખી હેરાનગતિ કરતાં પતિને તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે જવાબદારીનું ભાન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ પર એક મહિલાનો ફોન આવ્યો અને જણાવ્યુ કે તેમના પતિએ તેમને અને તેમના બાળકોને ધરમાં બંધ કરી દીધાં છે અને તેમને અપશબ્દો બોલે છે.
તાપીની 181 ટીમ દ્વારા સ્થળ પર પહોંચતા મહિલાના પતિ સ્થળ પર હાજર જ હતાં તેમને મહિલા તથા બાળકોને ધરની બહાર કાઢવા જણાવી તેમનું કાઉન્સેલીગ કરતાં મહિલાએ જણાવેલ કે તેમના પતિ ડ્રાઈવિંગનું કામ કરે છે માટે તેઓ અઠવાડિયામાં બે દિવસ ધરે આવે અને ધરમાં સરખું પુરું પાડતા નથી. તેમના પતિ દારૂ પીવામાં ને જલસા કરવામાં પૈસા વાપરે છે. પરંતુ તેમની પત્ની અને બાળકો પાછળ ખર્ચા કરતાં નથી. અને ઘરે આવે એટલે મહિલાના પતિ ને સારું જમવાનું અને મહિલાને શારિરીક સંબંધ બાંધવા હેરાનગતિ કરી ત્રાસ આપતો. મહિલા તેમના પતિનો વિરોધ કરે તો તેમના પતિ તેમની પર હાથ ઉપાડે તેમના બાળકો પણ તેમના પિતાના ત્રાસથી કંટાળી ગયા હતાં આથી તેમનાં પિતા ધરે આવે તો તેમને ગમતું ન હતુ. મહિલા ખેતી કરી પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવે છે.
તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલા ના પતિ ને સમજાવવામાં આવેલ તેમના પતિને જવાબદારીનું ભાન કરાવેલ અને સુધરી જવા જણાવેલ તથા મહિલાને કોઈ પ્રકારની હિંસા કે બળજબરી નહીં કરે તેમ સમજાવ્યુ હતુ. મહિલા તેમના બાળકોના કારણે આગળ કાર્યવાહી કરવા માંગતા ના હતાં તેઓ તેમના પતિને એક મોકો આપવા માંગતા મહિલાના પતિએ સુધરી જવાની ખાતરી આપતાં તેમની વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે.