આઇસર ટેમ્પોમાં આર્યુવેદીક દવાની આડમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીના પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર. એમ. વસૈયા, પોલીસ સ્ટાફ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. ત્યારે અ.હે.કો. લેબજી પરબતબજી તથા અ.હે.કો. બપીન રમેશભાઇને સંયુકત રીતે બાતમી મળી હતી કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક સફેદ કલરની ડ્રાઇવર કેબીન તથા કથ્થઇ કલરની બોડી વાળો આઇસર ટેમ્પો નં.- MH-05-DK-0642 કે જેની બોડીના બંને તરફ અંગ્રેજીમાં સાંઇ પ્રગતી રોડ કેરીયર લખેલ છે તે આઇસર ટેમ્પોમા બે વ્યકિતઓ મહારાષ્ટ્ર તરફથી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી આવી રહેલ છે. તેઓ સોનગઢ પસાર કરી કડોદરા તરફ જનાર છે” જે બાતમી આધારે માંડળ ટોલનાકા ખાતે વોચમાં હતા.
બતમીવાળો આઇસર ટેમ્પો સોનગઢ તરફથી આવતા ટેમ્પોને પોલીસએ ખાનગી વાહનોની આડાશ કરી રોકી લીધી હતી. ટેમ્પો ચેક કરતા ડ્રાઇવર ધનરાજ નિમ્બા કુંવર ટેમ્પોમાં આર્યુવેદિક દવાનો જથ્થો ભરેલો હોવાનુ જણવતા, આઇસર ટેમ્પોના દરવાજો ખોલી ટેમ્પોમાં પાછળના ભાગે જોતા ખાખી કલરના પુંઠાના બોક્ષ ભરેલ હતા, જે ખોલી જોતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવતા, આરોપીઓ (૧) ધનરાજ નિમ્બા કુંવર, ઉવ.૨૯ રહે કોલીવાડા, કલસાડીગામ, તા.શદા, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા (ર) દિલીપ નામદેવ બોરસે, ઉ.વ.૨૫, રહે કોલીવાડા, કલસાડીગામ, તા.શહાદા, જી, નંદુરબાર (મહારાષ્ટ્ર) એ પોતાના કબજાના આઇસર ટેમ્પો નં. MH-05-DK-0642,માં વગર પાસ પરમીટે કુલે બોક્ષ- ૧૬૮માં, ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ કંપની સીલબંધ કુલ બોટલો/ટીન કુલ ૬૯૦૦ જેની કુલ કિં. રૂ! ૭,૮૧,૨૦૦/-નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા તથા મોબાઇલ ફોન- ૦૨, કિં.રૂ! ૩,૦૦૦/-મળી કુલ્લે રૂ! ૧૨,૮૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપાય છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ.શ્રી આર.એમ. વસૈયા, એલ.સી.બી. મતાપી તથા અ.હે.કો. જગદીશ જોરારામભાઇ,. અ.હે.કે. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો જયેશભાઇ બીલીકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇ, અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ વસાવા તથા પેરોલ ફર્લોના અ.હે.કો. લેબજી પરબતજી, અ.હે.કો. બીપીન રમેશભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. બ્રીજરાસિંહ રસીકસિંહ, અને અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.