સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબ ત્રણ પ્રશ્નોના ઠરાવ ના થતા તાપી કલેકટરને આવેદનપત્ર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજય સરકારના તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો ગુજરાત રાજય સંયુકત્ત કર્મચારી મોરચો અને રાજય કર્મચારી મહામંડળના સંયુકત્ત ઉપક્રમે સપ્ટેમ્બર-૨૦૨૩માં આંદોલન સમયે પાંચ મંત્રીઓની કમિટીમાં થયેલ સમાધાન મુજબ ઠરાવો ના થતા રાજય સરકારથી છેતરાયાની અનુભૂતિ થતા ફરી આંદોલનના મંડાણના કાર્યક્રમો સાથે આજે કલેકટરશ્રી સાથે ધારા સભ્યો, સાંસદ સભ્યોને આવેદનપત્ર તાપી જિલ્લા સંયુકત્ત કર્મચારી મોરચાના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યા હતા.

તાપી જિલ્લા સંયુકત્ત કર્મચારી મોરચાના પ્રમુખશ્રી સુધાકર ગામીત, મહામંત્રીશ્રી સુરેશભાઈ ગામીતની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પશ્નોના નિકાલ માટે પાંચ મંત્રીઓની કમિટી સાથે તા. ૧૬-૦૯-૨૦૨૨ના રોજ સમાધાન કરી મહદઅંશે પ્રશ્નો નિકલના નિર્ણયો લેવાયા હતા. જે પૈકી તા. ૦૧-૦૪-૨૦૦૫ પહેલા પહેલા ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને જુની પેન્શન આપવા નકકી થયેલ અને તા. ૦૧-૦૪-૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને હાલ સી.પી.એફ. ક્ષ્મ ૧૦ % કપાતના બદલે ૧૪ % ફાળો સરકાર દ્વારા ઉમેરવા અને ૪૫ વર્ષની વય મર્યાદા વટાવી ચુકેલા કર્મચારીને ખાતાકીય પરીક્ષામાંથી મુકિત્ત આપી પરીક્ષા ના લેયાય હોય તેવા કેસોમાં કેસ ટુ કેસ ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા સમાધાનમાં નક્કી થયેલ હોવા છતાં કર્મચારીઓ સાથે વિશ્વાસ ઘાત થતા તા. ૧૯-૦૮-૨૦૨૩ના રોજ ધારા સભ્યોશ્રી, સાંસદ સભ્યોશ્રીઓ અને કલેકટરશ્રીને આવેદનો આપવાનો તેમજ તા. ૧૬-૦૯-૨૦૨૩ના રોજ મીણબત્તી-દીપ જલાવી, થાળી વગાડી સરકારશ્રીને પ્રશ્નો યાદ કરાવવા કાર્યક્રમોના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

વાલોડના ધારાસભ્ય મોહનભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામીત અને સાંસદ પરભુભાઈ વસાવાને તથા કલેકટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાપી જિલ્લા સંયુકત્ત કર્મચારી મોરચાના પ્રતિનિધી મંડળમાં સુધાકરભાઈ ગામીત, સુરેશભાઈ ગામીત,કે.પી.ચાવડા મહામંત્રી માધ્યમિક શિક્ષક સંઘ, પ્રમુખ સંજયભાઈ એસ.પટેલ, ઉપ પ્રમુખ ૠચિરભાઈ દેસાઈ, મિતેશભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, ગિરીશભાઈ ચૌધરી, સંજીવભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other