વિધાકુંજ વિદ્યાલય વીરપુરમાં ૭૭ મો સ્વતંત્રતા દિવસ શાનદાર રીતે ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા સંચાલિત વિધાકુંજ વિધાલય વિરપુર ખાતે આચાર્યશ્રી કેતનભાઈ શાહ દ્રારા ૭૭ માં સ્વતંત્રતા દિવસ ધ્વજવંદન કર્યુ એટલે શહીદોનાં સ્મરણ અને દેશને સમર્પિતતાનો દિવસ એટલે સ્વતંત્રતા દિવસ.
દેશ જ્યારે આઝાદી નો અમૃતકાળ ઉજવી રહ્યો છે. અને દેશને આઝાદી અપાવનાર નરર્બંકાઓ,હુતાત્માઓ,મહાપુરુષો, ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ, વીર જવાનો અને બલિદાન આપનાર વીર પુરુષોને નમન સાથે તેમના પરાકમોની વાતનું સ્મરણ કર્યું ઉપરાંત દેશ જ્યારે વિશ્વની ટોચની આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે આપણી નૈતિક ફરજો અને દેશને વિશ્વમાં અગ્રેસર બનાવવાની નેમ સાથે આગળ વધવા સંબોધન કર્યું.
આજે શાળાની તમામ કન્યાઓ દ્રારા દેશભક્તિ ગીત સ્પર્ધા, આઝાદીની ચળવળ પર વકૃતત્વ સ્પર્ધા યોજવામાં આવી. સૌ વિજેતાઓને ચોરવાડ દૂધ મંડળીના મંત્રી દ્રારા નોટબુક, પેન અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. ધ્વજવંદન કાર્યક્રમમાં ગ્રામજનો, શાળા સ્ટાફ, બાળકો મોટી સંખ્યામાં જોડાયા અંતે ચા, નાસ્તો કરી આનંદથી ઉત્સાહભેર ૭૭ મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો.