તાપી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વમાં પરેડ પ્લાટુનો એ સૌને આકર્ષિત કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫ આજે ૭૭માં સ્વાતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ડોલવણ (સામુહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં) ખાતે ઉલ્લાસ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગે પોલીસ વિભાગની ફાયરીંગ ટીમ દ્વારા હર્ષ ધ્વનિ અને વિવિધ પ્લાટુનનું નિરિક્ષણ કર્યુ હતુ. જેમાં પરેડ કમાન્ડર રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર- સુ.શ્રી બી.બી.ચોવટીયા દ્વારા પોલીસ સમગ્ર પરેડનું નેતૃત્વ કર્યુ હતું.
હજરત – ડ્રીલ ઇન્સ્ટ્રકટર વારસભાઇ એમ.વસાવા, પ્લાટુન નં-૦૧ (પોલીસ પુરૂષ પ્લાટુન)ના કમાન્ડર પો.સ.ઇ. શ્રી જે.બી.આહિર, પ્લાટુન નં.-૦૨ (પોલીસ મહિલા પ્લાટુનના કમાન્ડર પો.સ.ઇ., શ્રીમતિ અને વી.ચૌધરી, પ્લાટુન નં.-૦૩ (જી.આર.ડીના પ્લાટુન કમાન્ડર પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા, પ્લાટુન નં.-૦૪ (હોમગાર્ડ પ્લાટુનના કમાન્ડર પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.આર.ચૌધરી, પ્લાટુન.-૦૫ (ટી.આર બી.પ્લાટુન કમાન્ડર પુજાબેન રણજીતભાઇ ચૌધરી, પ્લાટુન નં.-૦૬ (એન.સી.સી.ના પ્લાટુન કમાન્ડર આર્યન જે. ચૌધરી, પ્લાટુન નં. ૭ -(એસ.પી.સીના પ્લાટુન કમાન્ડર પોલીસ કોન્સ્ટેબલ નિકિતાબેન મહેશભાઇ તથા પ્લાટુન નં.૮- બેન્ડ મેજર વસંતભાઇ રામસીંગભાઇ તથા એમની ટીમ અને પ્લાટુન નં.૯ (વોલી ફાયરીંગ)- અશ્ર્વિનભાઈ જીરીયાભાઈ તથા એમની ટીમમે પોતાના ગણવેશમાં રહી સૌને રોમાંચિત કર્યા હતા. તમામ કમાંડોએ પોતાની ટીમ વતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સફળ નેતૃત્વ ભજવ્યું હતું. તમામ પોલીસ પ્લાટુનોને રાઇફલ સાથે ગણવેશમાં જોઇ બાળકો અને ગ્રામજ્નો ભારે આકર્ષિત થયા હતા
0000