સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનો ઉત્સાહ વધાર્યો
તાપી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જોમ અને જુસ્સા સાથે નૃત્ય કરતા સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો
–
માહિતી બ્યુરો, તાપી તા.15: તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે આજે ૭૭માં સ્વાતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ડોલવણ સામુહિક આરોગ્ય કેન્દ્રની બાજુના મેદાન ખાતે યોજાઇ હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તાપીની બહેનો દ્વારા મ્યુઝિક યોગ નિદર્શન, કે.બી પટેલ હાયર સેકન્ડરી સ્કુલ વ્યારા અને ઉત્તર બુનિયાદી આસશ્રમશાળા અને ઉ.મા શાળા બેસનીયા દ્વારા દેશભક્તિ ગીત, ઉત્તર બુનિયાદી કન્યા અને ઉ.મા શાળા ડોલવણ દ્વારા ટિપ્પણી નૃત્ય ગીત, આશ્રમશાળા ગડત દ્વારા રાજસ્થાની લોક નૃત્ય, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલત બોરખડી વ્યારા, વિવિધલક્ષી હાઇસ્કુલ તથા ઉ.મા.શાળા ડોલવણ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા તથા ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉ.મા શાળા પંચોલ દ્વારા વિવિધ દેશભક્તિ ગીત નૃત્ય રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સમગ્ર રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જોમ અને જુસ્સા સાથે નૃત્ય કરતા સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો. ઉપસ્થિત નાગરિકોએ તાળીઓના ગડગડાટથી બાળકોના ઉત્સાહને વધાર્યો હતો.
૦૦૦૦