બી.આર. એસ. કોલેજ તથા બી.એડ. કોલેજ, વેડછી ખાતે નશા મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સયુંક્ત ઉપક્રમે વેડછી બી.આર. એસ. કોલેજ તથા બી.એડ. કોલેજ, વેડછી, ખાતે નશા મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત નશામુક્ત ભારત અભિયાન અંગેની રેલીમાં યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓ, પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નશા મુક્ત ભારતના સૂત્રોચ્ચાર કરી નશાથી દુર રહેવા યુવાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત તમામ પ્રાધ્યાપકો અને ગ્રામજનો દ્વારા શપથ વિધી કરી તાપી જિલ્લાને નશા મુક્ત બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ અભિયાનમાં શ્રી એન.ડી. ચૌધરી-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ડો. આશાબેન ચૌધરી – આચાર્ય, બી. એડ. કોલેજ અને ગાંધી વિદ્યાપીઠ વેડછીના માનદ મંત્રી, સુશ્રી ભાવનાબેન ગરાસીયા-ઇનચાર્જ આચાર્ય, બી.આર.એસ. કોલેજ, વેડછીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.