અજાણી મહિલાને આશ્રય અપાવતી ૧૮૧ અભયમ ટીમ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે વાલોડ તાલુકાના એક ગામના જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઇનમા ફોન કરી જણાવ્યુ કે એક અજાણી બહેન મળી આવેલ છે. નદીના પુલ પર એક બેન બેઠા છે વરસાદ અને રાત્રીનો સમય છે, તેથી તેમની મદદની જરૂર છે. તેથી ૧૮૧ ટીમ તાત્કાલિક જણાવેલ સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરેલ. ટીમે આશ્વાશન આપતા બહેન સાથે વાતચિત કરી તેમના પરિવાર અને રહેઠાણ વિશે જાણવા પ્રયત્ન કર્યો હતો. પીડિતા ઘણા દિવસથી ઘરેથી નીકળી આવ્યા હોય એમ જણાતું હતું. પીડિતાએ તેમનું નામ જણાવ્યું તેમના પરિવાર અને રહેઠાણની ખબર નથી એમ જણાવેલ. તેમજ કોઈ સગા સંબંધીની ખબર નથી તેથી તેમને હાલ આશ્રયની જરૂર હોવાથી તાપી 181 ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો. આગળની કાર્યવાહી સખી વન સ્ટોપ દ્વારા થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *