તાપી જિલ્લામાં આવેલ જુથ પાણી પુરવઠા યોજનાના કામોની સમિક્ષા કરતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

Contact News Publisher

જુથ પાણી પુરવઠા યોજના ઇસ્ટ સોનગઢ, કુકરમુંડા અને સાઉથ નિઝર RWSS કામોની જાત નીરિક્ષણ કરી સમય મર્યાદામા કામ પુર્ણ કરવા મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યુ

અંદાજિત ૨.૧૦ લાખ વસ્તીને જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની સુવિધા ઉપલબ્દ્ધ થશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦ રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ તાપી જિલ્લાની વિવિધ સ્થળોએ જુથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન તાપી જિલ્લાના જુથ પાણી પુરવઠા યોજના હેઠળના ઇસ્ટ સોનગઢ, કુકરમુંડા અને સાઉથ નિઝર RWSS કામોની જાત નીરિક્ષણ કરી સમય મર્યાદામા કામગીરી પુર્ણ કરવા મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યુ હતુ.

આ મુલાકાત વેળાએ ખાસ સિંચાઈ-પીવાના પાણી માટેના તમામ યોજનાકીય કામોની પ્રશંસા કરતા મંત્રીશ્રી બાવળીયાએ કામગીરીને બિરદાવી હતી. જિલ્લાના નાગરિકોને માટે સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાના હિતમાં જ નિર્ણયો કરીને આવી યોજનાઓ અમલી બનાવે છે.

જિલ્લાના પ્રત્યેક નાગરિકને પીવાના શુદ્ધ પાણીની અને સિચાંઇની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેના સંબધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાને કુકરમુંડા જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો તેમજ જૂથ યોજના હેઠળ બનેલા ઘટકોની પ્રક્રિયા અને પ્રગતિ, તેમજ દક્ષિણ નિઝર જૂથ સુધારણાની તથા પૂર્વ સોનગઢ પેકેજ ૩ની અંગેની યોજનાકીય સમજૂતી સંબધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

જુથ પાણી પુરવઠા યોજના હેઠળ તાપી જિલ્લાના સોનગઢ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-3 (મલંગદેવ સેક્શન) યોજના હેઠળ સોનગઢ તાલુકાના ૧૬ જેટલા ગામોને,દક્ષિણ નિઝર સુધારણા જુ.પા.પુ હેઠળ નિઝર-ઉચ્છલ તાલુકાના મળી કુલ ૪૦ ગામોને સરફેસ દ્વારા તથા ઇન્ટેક વેલ દ્વારા કુકરમુંડાના ૫૧ ગામો સહિત અંદાજિત ૨.૧૦ લાખ વસ્તીને જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની સુવિધા ઉપલબ્દ્ધ થશે.

આ વેળાએ મુખ્ય ઇજનેરશ્રી તેજસ પરમાર, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી સુરતનાશ્રી શશી વાઘેલા, કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા, યુનિટ મેનેજર વાસ્મો યતીન ગરાસિયા, સિવિલ અને યાંત્રિક વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર,તથા અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other