ઓલપાડ તાલુકાની કોબા શાળામાં લોકશાહી ઢબે બાળ સંસદની રચના કરવામાં આવી.
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત બાળકોને સંસદલક્ષી સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ સાથે ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે થાય એની પણ સમજ આપવામાં આવી હતી. જે સંદર્ભે દરેક બાળકોએ નિયમબદ્ધ મતદાન કર્યું હતું. જેમાં તીર્થ પટેલની જીત થઈ હતી. મતદાન પ્રક્રિયા બાદ બાળકોએ ઉમંગભેર પોતાનાં માનીતા ઉમેદવારની જીતને વધાવી લીધી હતી. શાળાનાં આચાર્ય ડો. ધર્મેશ પટેલ દ્વારા પ્રારંભે બાળકોને આખી મતદાન પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી જેને બાળકોએ ફળિભૂત કરી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.