તાપી : વ્યારાના કપુરામાં હેર સલુનની દુકાનમાં જુગાર રમતા ત્રણને ઝડપી લેતી એલ.સી.બી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ, શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જે કામે આજરોજ સાથેના સ્ટાફના અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ અરવિદભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, વ્યારા તાલુકાના કપુરા ગામે આવેલ પંચાલ શોપીંગ સેન્ટરમાં આવેલ આશીષ મહાલેની હેર સલુનની દુકાનમાં કેટલાક ઇસમો પૈસા વત્તી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે પો.ઇન્સ,શ્રી. આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપીએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) બળવંતભાઇ શ્રીરામભાઇ લીહારકર ઉ.વ.૫૫ ધંધો શાકભાજીનો રહે પ્રથમ રેસીડેન્સી કપુરા ગામ તા.વ્યારા જી.તાપી (૨) આશીષ કૈલાશભાઇ મહાલે ઉ.વ ૩૦ ધંધો વાળંદ રહે ઘર નં ૧૪૪ વૃંદાવન ધામ કાનપુરા વ્યારા તા.વ્યારા જી.તાપી (૩) મોહનલાલ સુર્જારામ જાટ ઉ.વ.૩૨ ધંધો.મિસ્ત્રી કામ રહે.ફ્લેટ નં.૩૬ શીવ રેસીડેન્સી કપુરા તા.વ્યારા જી.તાપી ભેગા મળી વ્યારા તાલુકાના કપુરા ગામે આવેલ પંચાલ શોપીંગ સેન્ટરમાં આવેલ આશીષ મહાલેની હેર સલુનની દુકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના સાધનો ગંજી પાના પર નંગ ગંજી પાના કિ.રૂ.૦૦/- તથા દાવના રૂપીયા ૪૬૦૦/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપીયા ૭,૩૪૦/- મળી રોકડા રૂપીયા ૧૧,૯૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તેમજ ગુગલ પે દ્રારા ભરેલ લાઇટબીલની રસીદની ઝેરોક્ષ નકલ-૦૧, કિં. રૂ ૦૦/- મળી કુલ્લે રૂપીયા ૧૬,૯૪૦/- મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, (૨) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, (૩) પો.કો.પ્રકાશભાઇ અરવિદભાઇ, (૪) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, તથા (૫) પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ (૬) બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.