વ્યારા તાલુકાના કસવાવ ખાતે આંગણવાડી કેન્દ્ર-૨નું બાંધાકમ પુર્ણ થયા બાદ કસવાવ ૧ આંગણવાડી કેન્દ્રના બાંધકામનું કામ શરૂ કરાશે
(માહિતી બ્યુરો, તાપી) તા.03 વ્યારા તાલુકાના કસવાવ ખાતે આઇ.સી.ડી.એસ. વ્યારા ઘટક-૨ અંતર્ગત ચાલતા આંગણવાડી કેન્દ્રો પૈકી જેસીંગપુરા સેજાના કસવાવ આં.વા. કેન્દ્ર-૧ (મોગરાવાળી ફળીયુ) અને કસવાવ આં.વા. કેન્દ્ર-૪ (ભગત ફળીયુ) મકાનનું બાંધકામ મનરેગા અંતર્ગત ૨૦૨૧-૨૨ માં મંજુર થયેલ હતું.
હાલ કસવાવ આં.વા. કેન્દ્ર-૧નું બાંધકામ આજ દિન સુધી ચાલુ કરેલ નથી જે અંગે કસવાવ સરપંચશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કસવાવ આં.વા.કેન્દ્ર ૨નું બાંધાકમ પુર્ણ થયા બાદ કસવાવ ૧ આં.વા.કેન્દ્રના બાંધકામનું કામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કસવાવ આં.વા. કેન્દ્ર-૪નું બાંધકામની કામગીરી હાલ ધાબા લેવલ સુધી પુર્ણ કરવામાં આવી છે. જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાને લેતા આંગણવાડી બાંધકામ માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સરપંચશ્રી તેમજ એજન્સી સાથે સંપર્ક કરી બાંધકામની કાર્યવાહી શક્ય તેટલી વધુ ઝડપથી પુર્ણ કરાવી કસવાવ આંગણવાડી કેન્દ્ર – ૧ અને ૪ ને આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને બેસડવાની વ્યવસ્થા હાથ ધરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. એમ ઇંચા. પ્રોગ્રામ ઓફિસર, તાપી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦